તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
ડીસા પાલિકાના ઉપ પ્રમુખ સહિત 13 સભ્યોએ રાજીનામા ફગાવતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પાલનપુર દોડી આવ્યા
ડીસા ભાજપમાં જ બે જૂથની લડાઈ વચ્ચે ડીસા પાલિકાના સભ્યોએ આપ્યારાજીનામાં: ડીસા માર્કેટયાર્ડમાં પણ ડિરેક્ટરો નારાજ

બનાસકાંઠાના ડીસા પાલિકાના ઉપ પ્રમુખ સહિત 13 સભ્યોએ રાજીનામા આપી દેતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પાલનપુર દોડી આવ્યા છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી ઉપપ્રમુખ સહિત 13 નગર સેવકોએ રાજીનામાં આપી દીધા હતા.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ડીસા પાલિકાના નારાજ સદસ્યો અને પાલિકા પ્રમુખને સાંભળવામાં આવ્યા છે . ડીસા ભાજપમાં જ બે જૂથની લડાઈ વચ્ચે ડીસા પાલિકાના સભ્યોએ રાજીનામાં આપ્યા છે, બીજીતરફ ડીસા માર્કેટયાર્ડમાં પણ ડિરેક્ટરો નારાજ છે. ડીસા પાલિકાના નારાજ સદસ્યોને સાંભળ્યા બાદ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે, બધું થાળે પડી જશે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
