<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 5190 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો: જાણો રાજ્યની 25 માર્કટિંગ યાર્ડ શું ભાવ રહ્યો?

ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 779.39 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 779.39 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5190 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત દસાડા-પાટડી માર્કેટિંગ યાર્ડમાં 5000 રૂ., રાધનપુરમાં 4965 રૂ., રાજકોટમાં 4900 રૂ. અને ગોંડલમાં 4881 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 779.39 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 490.88 ટન, રાજકોટમાં 134.70 ટન, મોરબીમાં 42.98 ટન, જામનગરમાં 37.60 ટન, પાટણમાં 34.45 ટન, દેવભૂમિ દ્વારકામાં 21.30 ટન, બનાસકાંઠામાં 5.04 ટન, અમદાવાદમાં 4.43 ટન, કચ્છમાં 3.66 ટન, અમરેલીમાં 3.50 ટન, સુરેન્દ્રનગરમાં 0.65 ટન, પોરબંદરમાં 0.20 ટન જીરાની આવક થઇ છે.

(8:33 PM IST)