તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
મેઘરાજા ધીમા પડ્યા : માત્ર 7 તાલુકામાં 1 ઈંચથી વધુ મેઘમહેર :રાધનપુર અને સાંતલપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ
સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 116 તાલુકામાં જ મહેર વરસાવી

અમદાવાદ : ગુજરાતમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે ભરૂચ અને મહેસાણા સહિતના જિલ્લાઓને તરબોળ કરનારા વરસાદનું જોર આજે ઘટ્યું છે. ગઈકાલે રાજ્યના 191 તાલુકાને તરબોળ કરનારા મેઘરાજાએ આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 116 તાલુકામાં જ મહેર વરસાવી છે.
આજે વરસેલા વરસાદની વિગતો મુજબ સૌથી વધુ 61 મિ.મી (2.4 ઈંચ) વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં વરસ્યો છે. આ સિવાય જિલ્લાના રાધનપુરમાં 55 મિ.મી (2.17 ઈંચ), બનાસકાંઠાના લાખણીમાં 38 મિ.મી (1.50 ઈંચ),સાબરકાંઠાના પોશીનામાં 31 મિ.મી (1.22 ઈંચ),બનાસકાંઠાના સૂઈગામમાં 28 મિ.મી (1.10 ઈંચ),આણંદના ખંભાતમાં 27 મિ.મી (1.06 ઈંચ), સુરતના મહુવામાં 26 મિ.મી (1.02 ઈંચ) વરસાદ વરસ્યો છે.
અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન માત્ર 6 મિ.મી વરસાદ જ નોંધાયો છે. જ્યારે આખા દિવસ દરમિયાન રાજ્યના 7 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ અને પાટણ જિલ્લાના બે તાલુકામાં જ 2 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
જ્યારે સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં રાજ્યના 23 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી આણંદના ખંભાતમાં 8, વડોદરાના ડભોઈમાં 8, છોટા ઉદેપુરના સંખેડામાં 8, રાજકોટના ગોડલમાં 7 મિ.મી., છોટા ઉદેપુરના બોડેલીમાં 7 મિ.મી. વરસાદ વરસ્યો છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
