<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

જૂનાગઢ ભારતી આશ્રમનો વિવાદ કેમ નથી ?: માત્ર સરખેજ આશ્રમ પ્રત્યે ભેદભાવ શા માટે?: ઋષિ ભારતીનો હરિહરાનંદ બાપુને સવાલ

ઋષિ ભારતીએ જણાવ્યું હતું કે, 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રી દિવસ અમે કરી હતી એ બધા સાધુ સંતો જાણે છે. આ જે વિવાદ છે જમીનનો વિવાદ નથી. અસ્તિત્વનો વિવાદ છે

સરખેજ સ્થિત ભારતી આશ્રમનો વિવાદ સતત વકરી રહ્યો છે. આશ્રમના એક રૂમમાંથી મહિલાઓના કપડાં મળી આવ્યા હતા અને એક દીકરીનો ફોટો મળી આવ્યો હતો. આજે લંબે નારાયણ આશ્રમ ખાતે ઋષિ ભારતીના સમર્થનમાં એક બેઠક મળી રહી છે. એ પહેલા ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી ને તેમના પર લગાવેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. સાથેજ ઋષિ ભારતીએ હરિહરાનંદ બાપુને સવાલ કર્યો હતો કે જૂનાગઢ આશ્રમનો વિવાદ કેમ ઉભો નથી થતો, માત્ર સરખેજ આશ્રમનો વિવાદ કેમ, આટલે ભેદભાવ શા માટે.

ઋષિ ભારતીએ જણાવ્યું હતું કે, 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રી દિવસ અમે કરી હતી એ બધા સાધુ સંતો જાણે છે. આ જે વિવાદ છે જમીનનો વિવાદ નથી. અસ્તિત્વનો વિવાદ છે. મારા વ્યક્તિગત જીવનનો વિવાદ છે. જે લોકોએ આરોપ લગાવ્યા છે તેના હું સતત બે ત્રણ દિવસથી જવાબ આપતો રહ્યો છું.

આજે પણ હું બધાને જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો આવ્યા છે. એ તેમનો ભાવ છે. અમે કોઇને નિમંત્રિત કર્યા નથી. બાપુ અને માતાજી પર જે આક્ષેપો થઇ રહ્યાં છે તેની સ્પષ્ટતા કરવા માટે આ બેઠક આજે થઇ રહી છે. જે આક્ષેપ થયા છે તેમાં માતાજીએ જણાવ્યું છે કે એ રૂમ તેમનો હતો તો પછી મારો રુમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે

તેમણે વધુમાં કહ્યું કે, મારો હરિહરાનંદ ભારતીને સીધો પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલિન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતી આશ્રમનો વિવાદ કેમ ઉભો થતો નથી. ત્યાંના સંત છે એ તેમના સમાજના છે. ક્વોલિટી, લાયકાત મને ખ્યાલ નથી. પરંતુ એમને તમે મહંત તરીકે બેસાડો અને સ્વંતત્ર વહીવટ સોંપો તો કોઇ પ્રશ્ન નથી આવતો.

માત્ર સરખેજના પ્રશ્નને લઇને, સરખેજની જગ્યાને લઇને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઉભું કરવું એટલો ભેદભાવ શા માટે. બીજી વાત ધીમે ધીમે લંબે નારાયણ આશ્રમની જગ્યા પણ મારી છે તેમ કહો તમે કહો છો. ગુરુજી ભારતી બાપુ તમને સદબુદ્ધી આપે કે આ લંબે નારાયણ આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત, ચૌહાણ સમાજના બાપ દાદાઓએ અહીં લોહી રેડી દીધા છે. ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે. માત્રને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની લાલચ જ છે. તમારું સ્ટેન્ડ કેમ ક્લિયર રહેતું નથી.

(11:26 PM IST)