<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રતન પોળ કે લાલ દરવાજા ખરીદી કરવા જનારા માટે અમદાવાદ મેટ્રો બેસ્ટ વિકલ્પ

અમદાવાદીઓ લાલ દરવાજા, રતન પોળ અને તેના આસપાસના સ્થળોએ ખરીદી કરવા જવા માટે અમદાવાદ મેટ્રો કરે છે પસંદ

અમદાવાદ મેટ્રો હાલ ચર્ચામાં છે. મેટ્રોની સુવિધાથી અમદાવાદીઓ અભિભૂત થઈ રહ્યા છે.  રતન પોળ, રિલિફ રોડ, લાલ દરવાજા તેમજ તેની આસપાસની બજારોમાં ખરીદી કરવા કે ફરવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે અમદાવાદ મેટ્રોના ઘીકાંટા સ્ટેશન ઉતરવું સૌથી શ્રેષ્ઠે વિકલ્પ છે.

અમદાવાદમાં ઓફિસ સમય દરમિયાન ટ્રાફિક કેટલો હોય છે તે બધાને ખ્યાલ છે. આવામાં તમે અમદાવાદ મેટ્રોની મુસાફરી કરો છો તો તે તમને તમારા પસંદગીના સ્થળે ઓછા સમયમાં અને ટ્રાફિક વગર પહોંચાડી આપે છે. આથી ઘણા અમદાવાદીઓ લાલ દરવાજા, રતન પોળ અને તેના આસપાસના સ્થળોએ ખરીદી કરવા જવા માટે અમદાવાદ મેટ્રોનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રોનું ભાડું મિનિમમ 5 રૂપિયા એટલે કે તમારે નજીકના બે કે ત્રણ સ્ટેશન સુધી જવું હોય તો 5 રૂપિયા ભાડું છે. જ્યારે પછીનું ભાડું 10 રૂપિયા, 15 રૂપિયા 20 રૂપિયા અને મહત્તમ ભાડું 25 રૂપિયા છે.

(11:32 PM IST)