<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

બુલિયન માર્કેટમાં મોટો કડાકો; સોનામાં રૂપિયા 450 અને ચાંદીમાં રૂપિયા 1,650નો થયો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 0.13 ટકા ઘટી 2,519.80 ડોલર રહ્યા જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ 28 ડોલર આસપાસ ક્વોટ થયા

અમદાવાદ : સોના અને ચાંદીમાં સતત ત્રીજા દિવસે મંદીમય માહોલ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવ રૂપિયા 450 ઘટીને રૂપિયા 73,600 થયો છે, ગઈકાલે સોનાનો ભાવ રૂપિયા 74,050 રહ્યો હતો.

જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,650 તૂટીને રૂપિયા 83,600 થયો છે, જે અગાઉ રૂપિયા 85,250 હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેત વચ્ચે ભાવ પર આ અસર જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 0.13 ટકા ઘટી 2,519.80 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ 28 ડોલર આસપાસ ક્વોટ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં મંદીનો માહોલ આગળ વધ્યો હતો. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ સોનુ (99.9) રૂપિયા 73,900થી રૂપિયા 200 ગગડી રૂપિયા 73,700 અને સોનુ (99.5) રૂપિયા 200 તૂટી રૂપિયા 73,500 થયા હતા. દરમિયાન અમદાવાદ ચાંદીના ભાવમાં રૂપિયા એક હજારનો કડાકો આવ્યો હતો. અમદાવાદ ચાંદી રૂપિયા 1000 તૂટી રૂપિયા 82,500 થઈ છે.

(11:43 PM IST)