<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

પિનાકી મેઘાણીનું સંસ્‍કાર ભારતી દ્વારા આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા

ગુજરાતની ગૌરવવંતી સંસ્‍કળતિ, સાહિત્‍ય, સંગીત અને કલાની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય, માતળભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર તથા દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન માટે પિનાકી મેઘાણી સતત કાર્યરતઃ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્‍મળતિને જીવંત રાખવા તેમજ એમના જીવન, કાર્ય, સાહિત્‍ય અને સંગીતના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવળત્તિઓને વેગ આપવા માટે પિનાકી મેઘાણી સવિશેષ પ્રયત્‍નશીલઃ નવયુવાનોને પ્રેરિત કરતી રાષ્‍ટ્રહિતની વિવિધ પ્રવળત્તિઓ પિનાકી મેઘાણી નિઃસ્‍વાર્થભાવે અને સંપૂર્ણ બીન-વ્‍યવસાયિક રીતે કરે છે

રાજકોટ તા.૬: રંગમંચ, લલિતકલા અને સાહિત્‍યને તેમજ રાષ્‍ટ્ર-ભાવનાથી સમર્પિત અગ્રગણ્‍ય અખિલ ભારતીય સંસ્‍થા સંસ્‍કાર ભારતીના ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત મારી ગુણવંતી ગુજરાત સંસ્‍કારોત્‍સવ ૨૦૨૪ અંતર્ગત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીનું સંસ્‍કાર સન્‍માન ૨૦૨૪ એવમ્‍ સંસ્‍કાર વિભૂષણ માનપત્રથી ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ્‌-હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ૧૯૮૧માં સ્‍થાપિત, દેશ-વિદેશમાં ૭૦૦ જેટલી શાખાઓ ધરાવતી તેમજ પાંચ લાખ જેટલાં કલાસાધકોને સાંકળતી સંસ્‍થા સંસ્‍કાર ભારતીએ સમગ્ર ગુજરાતમાંથી ૨૮ જેટલાં પ્રતિભાશાળી કલાસાધકોનું હીર પારખીને એમને સન્‍માનિત કરીને ઘૂળ-ધોયાનું ભગીરથ કાર્ય કર્યું છે.

ગુજરાતની ગૌરવવંતી સંસ્‍કળતિ, સાહિત્‍ય, સંગીત અને કલાની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય, માતળભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર તથા દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન માટે પિનાકી મેઘાણી સતત કાર્યરત છે. પોતાના દાદાજી રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્‍મળતિને જીવંત રાખવા તેમજ એમના જીવન, કાર્ય, સાહિત્‍ય અને સંગીતના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવળત્તિઓને વેગ આપવા માટે તેઓ સવિશેષ પ્રયત્‍નશીલ છે. નવયુવાનોને પ્રેરિત કરતી રાષ્‍ટ્રહિતની વિવિધ પ્રવળત્તિઓ તેઓ લાગણીથી પ્રેરાઈને નિઃસ્‍વાર્થભાવે અને સંપૂર્ણ બીન-વ્‍યવસાયિક રીતે કરે છે તેમજ આ પ્રવળત્તિઓ થકી કયારેક અર્થ-ઉપાર્જનની અપેક્ષા રાખી નથી જે ખાસ ઉલ્લેખનીય છે. નિધનના ૭૭ વર્ષ પછી આજે પણ ઝવેરચંદ મેઘાણી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓના લોકહ્રદયમાં જીવંત છે તેનું સવિશેષ ગૌરવ અનુભવીને પિનાકી મેઘાણીએ મેઘાણી-સાહિત્‍યને ધબકતું રાખનાર સહુ કલાસાધકો વતી આ સન્‍માન વિનમ્રપણે સ્‍વીકાર્યું હતું.

ભારત સરકારની દિલ્‍હી સ્‍થિત સંગીત નાટક અકાદમીના ઉપાધ્‍યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, છેલ્લા પાંચ દાયકાઓથી દેશ-વિદેશમાં વસતાં ગુજરાતીઓનાં હૈયામાં મેઘાણી-ગીતોને અસલ ઢબે ગુંજતાં રાખનાર વિશ્વવિખ્‍યાત લોકગાયક અને સંસ્‍કાર ભારતીના ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ અભેસિંહ રાઠોડ, ઉપાધ્‍યક્ષ અને કાર્યર્ક્‍મના સંયોજક રમણીકભાઈ ઝાપડીયા, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત, અખિલ ભારતીય સંસ્‍કાર ભારતી પ્રાચીન કલાના સંયોજક ઓજસભાઈ હિરાણી, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘમાંથી સંસ્‍કાર ભારતીના માર્ગદર્શક વિજયભાઈ ઠાકર, કોષાધ્‍યક્ષ જગદીશભાઈ જોષી, ગુજરાત રાજ્‍યના પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્‍દ્રસિંહ જાદવ, શિક્ષણ વિભાગના નાયબ સચિવ હિનાબેન શારડા, એલ. જે. યુનિવર્સિટીના વાઈસ-ચાન્‍સેલર અને અર્થશાષાી ડો. દિનેશભાઈ અવસ્‍થી, અર્થશાષાી ડો. અમિતાબેન શાહ, લોકકલાકાર અશ્વિનભાઈ જોષી (મા-બાપને ભૂલશો નહીં), સ્‍વામિનારાયણ સંપ્રદાય - વડતાલધામના સેવક શૈલેષભાઈ સાવલીયા, ભરતભાઈ કારાણી (દુબઈ), પ્રધ્‍યુમનસિંહ ચુડાસમા (ધોલેરા), એચ. કે. દવે (સુરેન્‍દ્રનગર), રણજિતસિંહ દેસાઈ (વલસાડ), ગોવિંદભાઈ જાદવ, રમેશભાઈ અને દર્શન બદ્રેશીયા સહિત મોટી સંખ્‍યામાં કલાપ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતોનો マદયસ્‍પર્શી આસ્‍વાદ કરાવીને સહુને ડોલાવી દીધાં હતાં. માયાબેન ચૌહાણ, રાજનભાઈ ચૌહાણ અને જગદીશભાઈ જોષીએ સંસ્‍કાર ભારતીનું ધ્‍યેય ગીત રજૂ કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી આવેલાં કલા-વળંદોએ મનમોહક શાષાીય-લોક-નળત્‍યો રજૂ કર્યાં હતાં. પ્રવીણભાઈ ખાચર(પાર્થ)એ કાર્યર્ક્‍મનું સંચાલન કર્યું હતું.

આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન

(મો.૯૮૨૫૦૨૧૨૭૯)

(11:09 AM IST)