હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી: ડેમના 15 દરવાજા 2 મીટર ખોલાયા
ડેમમાં પાણી આવક વધીને 3 લાખ 80 હજાર ક્યુસેક થઈ: દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું અને પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં પાણી આવક વધીને 3 લાખ 80 હજાર ક્યુસેક થઈ છે. પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલાયા છે. દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
