News of Friday, 6th September 2024
રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા:બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના એંધાણ
મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે:પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે:વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ :હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ

અમદાવાદ : રાજ્યમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના એંધાણ છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયો તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
