<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ગાંધીનગરને ધમરોળતા મેઘરાજા : માણસા અને દહેગામમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો

સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં હળવોથી ભારે વરસાદ:કપડવંજમાં 2.09 ઇંચ વરસાદ: કપરાડા,નિઝર,કુકરમુંડા અને બાલાસિનોરમાં માં 20 મિ.મી,વરસાદ

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર સવારથી વરસાદ થઇ રહ્યો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને દહેગામમાં 3 ઇંચ જેટલો ખાબક્યો છે.

આજે સવારે 10 વાગ્યા સુધી વરસેલા વરસાદના આંકડા મુજબ માણસામાં 2.99 ઇંચ, દહેગામમાં 2.83 ઇંચ, કપડવંજમાં 2.09 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં 20 મિ.મી., નિઝરમાં 20 મિ.મી., કુકરમુંડામાં 20 મિ.મી. અને બાલાસિનોરમાં 19 મિ.મી. વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સાગબારામાં 18 મિ.મી., ગળતેશ્વરમાં 17, સિંગવડમાં 17, ગોધરામાં 16, તલોદ, ઝાલોદ, સંજેલી અને નેત્રંગમાં 15-15 મિ.મી., છોટા ઉદેપુરમાં 14 મિ.મી., પારડીમાં 13, હિંમતનગર અને જોડિયામાં 11-11 મિ.મી. તેમજ પ્રાંતિજ અને ડેડિયાપાડમાં 10-10 મિ.મી. વરસાદ વરસ્યો છે.

રાજ્યના અન્ય તાલુકાઓમાં આંકલાવમાં 9 મિ.મી., સુબિરમાં 8, બાયડમાં 8, હાલોલમાં 7, ગરબાડામાં 7, તલાલામાં 7, નડિયાદમાં 6, ઠાસરામાં 6, જાંબુઘોડામાં 6, મહુવામાં 6, ધરમપુરમાં 6, ધનસુરામાં 6, ગાંધીનગરમાં 5, ઘોઘંબામાં 5, લિમખેડામાં 5, ખેરગામમાં 5 અને સંખેડામાં 5 મિ.મી. વરસાદ વરસ્યો છે.

(11:17 AM IST)