<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ:સૌથી વધુ વિજાપુરમાં 6 ઇંચ: તલોદમાં 5 ઇંચ, માણસામાં સાડા ચાર ઇંચ

પ્રાંતિજ.રાધનપુર અને હિંમતનગરમાં 4 ઇંચ ખાબક્યો :મહેસાણામાં સાડા 3 ઇંચ, ડીસા,આણંદ અને પાલનપુરમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજ્યમાં ગઇકાલે એટલે તે 5 સપ્ટેમ્બરના રોજ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જેમાં 207 જેટલા તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં 141મીમી, સાબરકાંઠાના તલોદમાં 127 મીમી, ગાંધીનગરના માણસામાં 115 મિમી જેટલો વરસાદ ખાબક્યો હતો. જુઓ તાલુકા પ્રમાણે વરસાદના આંકડા.


વિજાપુરમાં 6ઇંચ, તલોદમાં 5ઇંચ, માણસામાં સાડા ચાર ઇંચ, પ્રાંતિજમાં 4 ઇંચ, રાધનપુરમાં 4 ઇંચ, હિંમતનગરમાં 4 ઇંચ, મહેસાણામાં સાડા 3 ઇંચ, ડીસામાં 3 ઇંચ, આણંદમાં 3ઇંચ અને પાલનપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

(11:31 AM IST)