હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શિક્ષણ બોર્ડની ૪ બેઠકો બિનહરીફ કરાવવા પ્રયાસો તેજ

રાજકોટ તા.૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણીમાં ૪ બેઠકો બિનહરીફ કરાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. આજે બપોરબાદ શિક્ષણ બોર્ડની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
શિક્ષણ બોર્ડની ચુંટણીમાં સમજુતિની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં શાળા આચાર્ય, વહીવટી કર્મચારી, સરકારી શાળાના શિક્ષક અને સંચાલક મંડળની બેઠક બિનહરીફ કરવા વાટાઘાટો શરૂ થઇ છે.
શિક્ષણબોર્ડની ચુંટણીમાં મુખ્યત્વે શાળા સંચાલક બેઠકના પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. જયારે અન્ય ત્રણ બેઠકો બિનહરીફ થવાની શકયતા વધી છે. આજે ચુંટણીમાં ઉમેદવાર તેનું ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.શિક્ષણ બોર્ડની ૯ બેઠકોમાંથી ઉચ્ચતર બુનિયાદી શાળાના આચાર્ય શિક્ષકની બેઠક, માધ્યમિક શિક્ષકની બેઠક, બીે.એઙ કોલેજ પ્રિન્સીપાલની બેઠક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક બીનહરીફ થઇ છે. જેમાં વાલીમંડળની એકપણ ફોર્મ માન્ય રહયું ન હોવાથી ચુંટણી યોજાશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
