હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
માણસામાં સાડા ૪, વિજાપુરમાં ૪, મહસાણા- પ્રાતિજમાં સાડા ૩ ઇંચઃ ૧૯૦ તાલુકામાં વરસાદ
અમદાવાદમાં છુટોછવાયો વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી

અમદાવાદ તા.૬: વહેલી સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ત્યારે ગત રોજ પણ અમદાવાદ શહેરમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ કંઈક અંશે રાહત અનુભવી હતી.
૧૯૦ તાલુકામાં વરસાદ વરસ્યો
ગુરૂવારે રાજ્યના ૧૯૦ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં માણસામાં ૪.૫ ઈંચ, વિજાપુરમાં સવા ૪ ઈંચ, મહેસાણામાં ૩.૫ ઈંચ, પ્રાંતિજમાં ૩.૫ ઈંચ, ડીસામાં સવા ૩ ઈંચ, સરસ્વતીમાં પોણા ૩ ઈંચ, જોટાણામાં પોણા ૩ ઈંચ, દાંતીવાડામાં ૨.૫ ઈંચ, પાલનપુરમાં ૨.૫ ઈંચ, કુંકાવાવ-વડીયામાં ૨.૫ ઈંચ, ઈડરમાં ૨.૫ ઈંચ, ધરમપુરમાં સવા ૨ ઈંચ, વઘઈમાં સવા ૨ ઈંચ, સિદ્ધપુરમાં ૨ ઈંચ વરસાદ, મોડાસામાં ૨ ઈંચ, રાધનપુરમાં ૨ ઈંચ વરસાદ, થરાદમાં ૨ ઈંચ, ગોંડલમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
