હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નિવૃત્ત ડીજી, એડી ડીજીની ગુરૂવંદના કરવા સાથે અગત્યના વિભાગોનું ઉદ્ઘાટન પણ કરાવ્યું
નિવૃત્ત એટલે નકામા નહિ, એ આદરણીય અને પૂજનીય જેવા છે, વિકાસ સહાયના ઐતિહાસિક અનુકરણીય અભિગમથી રિટાયર્ડ આઇપીએસ ભાવવિભોર બન્યા શિક્ષક દિવસે પરિવાર સાથે આદરપૂર્વક તેડાવી અદકેરૂ માન આપનાર મુખ્ય પોલીસ વડા કહે છે કે, આ મારૃં કર્તવ્ય નહિ, સેવાઓનું સન્માન કરવું એ ફરજ પણ છે

રાજકોટ તા. ૬ : આજના સ્વાર્થી યુગમાં મહદઅંશે વ્યકિતનું મહત્વ તેના પદ, પ્રતિષ્ઠા અને તેની પાસે રહેલ પૈસા ( નાણાં) આધારે થતું હોય છે, તેમાંય ઉચ્ચ સ્થાને ફરજ બજાવતા અધિકારીઓ નિવૃત્ત થાય ત્યારે જેમનો પડ્યો બોલ ઝીલતો હોય છે તેવા આ અધિકારી જાણીતી કહેવત ઉતર્યો અમલદાર કોડીનો જેવી સ્થિત થાય છે, જોકે આમાં ઘણા કિસ્સામાં ઉચ્ચ અધિકારીઓ પણ પોતે જયારે સ્ત્તામાં હોય ત્યારે અન્યોની અવગણના કરવાની પણ આદત હોય છે, પરંતુ બધા આવા હોતા નથી.
સ્વચ્છ છબી સાથે માનવીય અભિગમ ધરાવતા રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ખૂબ પ્રેરણાદાયક વિચાર કરી શિક્ષક દિવસ અંતર્ગત ગુરૂજનોની વંદના દિવસે નિવૃત્ત ડીજીપી, એડી ડીજીપો લેવલનાં અધિકારીઓની વંદના કરવા તેમને ભાવભર્યું પરિવાર સાથે ગાંધીનગર પધારવા નિમંત્રણ આપ્યું અને સહુ ઉપસ્થિત રહ્યા.
મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય અહીથી ન અટક્યા, ખૂબ આદરપૂર્વક સન્માન કરવા સાથે આ નિવૃત્ત અધિકારીઓ હસ્તે આધુનિક જીમ, ઘોડિયાઘર, તેમજ બે કોન્ફરન્સ હોલનું નામકરણ કરાતા આ અધિકારીઓ પણ વિકાસ સહાય ની આવી ખરા અર્થમાં લાગણી નિહાળી ભાવ વિભોર બન્યા, આ બાબતે વિકાસ સહાય પર રાજ્યભરમાંથી અભિનંદન વર્ષા થતાં આ સિનિયર આઇપીએસ દ્વાર જનાવાયેલ કે, સહુ નિવૃત્ત અધિકારીઓ દ્વારા અપાયેલ સેવાનું સન્માન કરવું એ મારૃં કર્તવ્ય નહિ પણ ફરજ પણ છે.
આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટ અને મોમેન્ટો આપીને કર્યું હતું. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત્। અધિકારીશ્રીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો પણ વ્યકત કર્યા હતા. આ પ્રસંગે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડીજીપી શ્રી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યકત કર્યો હતો.
આ સમારોહમાં નિવૃત્ત ડીજીપી શ્રી પી.કે.બંસલ, શ્રી પી.સી. પાન્ડેય, શ્રી એસ.એસ. ખંડવાવાલા, શ્રી પ્રમોદ કુમાર, શ્રી પી.પી. પાન્ડેય, શ્રી ગીથા જોહરી, શ્રી શિવાનંદ ઝા, શ્રી એ.કે. સિંઘ, શ્રી ઓ.પી.માથુર, શ્રી અનિલ પ્રથમ સહિતના નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાત પોલીસમાં સેવારત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
