<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સાવધાન... ગણપતિ મહોત્‍સવે ડીજેના કારણે આનંદના સૂરને બદલે અશાંતિના સૂરો ના રેલાઇ

અનુભવી સિનિયર આઇપીએસ એવા વડોદરા સીપી નરસિંહમા કોમાર અને સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા કાફલા સાથે નિરીક્ષણ શરૂ : આયોજકો સાથે બેઠક, રૂટના સંવેદનશીલ સ્‍થળોનો સર્વે,રૂટ નિરીક્ષણ રિપોર્ટથી સંતોષ માનવાને બદલે સિનિયર શિકારીઓ દ્વારા જાતે નિરીક્ષણ કરી રિપોર્ટ આપવા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા શમશેરસિંઘ દ્વારા રાજયભરના ટોચના અધિકારીઓને સૂચના

રાજકોટ તા.  ૬ : કાલથી વિઘ્‍નહર્તા ગણપતિ મોહત્‍સવનો પ્રારંભ થવાનો છે, તેવા સમયે રાજયના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય અને લો એન્‍ડ ઓર્ડર વડા શમશેર સિંઘ દ્વારા રાજયના તમામ પોલીસ કમિશનર, રેન્‍જ વડાઓ અને જિલ્લા પોલીવડાઓને ભૂતકાળની ઘટનાઓનાં અનુભવ આધારે તકેદારી રાખવા મહત્‍વના આદેશો આપ્‍યા છે

ઉકત બન્ને સિનિયર અધિકારીઓ દ્વારા જે મહત્‍વના સૂચનો કરવામાં આવ્‍યા છે તેમાં જે વિસ્‍તારમાંથી ગણપતિના મહોત્‍સવનાં આયોજકો સાથે બેઠક યોજી આખા આયોજનની વિગતો મેળવી, રૂટ નિરીક્ષણ કરી તેમાં કેટલા સંવેદનશીલ વિસ્‍તાર છે? તેની માહિતી મેળવી વિશેષ બંદોબસ્‍ત ગોઠવવો, આ માટે આઇબી સાથે પણ સંકલન રાખવું.  આ રૂટ પર કોઈ માલ સમાન કે લોખંડના સળિયા, પત્‍થર હોય તો વિસર્જન પહેલા જ દૂર કરાવવા, પોલીસ ઇન્‍સ્‍પેકટર દ્વારા આ બાબતે તમામ રિપોર્ટ આપવા સૂચના આપી, સિનિયર અધિકારીઓ દ્વારા પણ રૂટ નિરીક્ષણ કરવું, અને તે મુજબ જ જરૂરી પોલીસ બંદોબસ્‍ત રાખવો.  

ડીજેની ધૂન આનંદિત જ બની રહે પણ એ સમયે કોઈ ધાર્મિક સ્‍થાનોમાં કોઈ પ્રાર્થના કે અન્‍ય ધર્મની પ્રાર્થનાપ્રકારની વિધિ ચાલતી હોય તેવા સમયે ભૂતકાળની ઘર્ષણ, બિન જરૂરી વિવાદ ન થાય તે માટે સંયમ રાખવા પણ ગાઇડ લાઇન આપી છે.  દરમિયાન આ લખાઈ છે ત્‍યાર વડોદરા અને સુરતની કોમી સંવેદનશીલતા ધ્‍યાને રાખી વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા પોલીસ કાફલા સાથે રૂટ અને સંવેદનશીલ વિસ્‍તારોનું જાત નિરીક્ષણ માટે ઓચિંતા નીકળી પડ્‍યા છે.

(4:03 PM IST)