હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાહિત્ય સેતુ રાજકોટના અનુપમ દોશીને સંસ્કાર એવોર્ડ અને સંસ્કાર વિભુષણ માનપત્ર એનાયત

રાજકોટઃ રંગમંચ, કલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્રારા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં આવેલી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ-૨૦૨૪ સંસ્કાર સન્માન એવમ સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજયભરના લોકસંગીત, ચિત્રકલા, લોકવાદ્ય, ભવાઈ, સાહિત્ય, આખ્યાન, સંગીતકલા, નાટયકલા, નળત્યકલા, પ્રાચીનકલામાં કાર્યરત રાજયભરના વિવિધ ૩૦ વ્યકિતઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજકોટના દિકરાનું ઘર વળધ્ધાશ્રમ, વિવેકાનંદ યુથ કલબ, લેંગ લાઇબ્રેરી તેમજ સાહિત્ય સેતુના સંયોજક અનુપમ દોશીને સાહિત્ય સેવા માટે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સંસ્કાર એર્વોડ-૨૦૨૪ તેમજ સંસ્કાર વિભૂષણ માનપત્ર-૨૦૨૪ એનાયત કરવામાં આવેલ.આ ગૌરવવંતા કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, સંસ્કાર ભારતીના અધ્યક્ષ જાણીતા કલાકાર અભેસિંહભાઈ રાઠોડ, ઉપાધ્યક્ષ રમણીકભાઈ ઝાપડીયા, મહામંત્રી જયદીપસિંહ રાજપુત, સંસ્કાર ભારતી રાજકોટના મનીષભાઇ પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
