<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્‍ચે ટુંક સમયમાં સમાધાન થશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૬ :.. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને પુર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા વચ્‍ચે ઇફકોના ડીરેકટરની ચૂંટણી દરમિયાન ટેકો આપવા બાબત થયેલા અણ બનાવ બાદ ચેરમેન દિલીપભાઇ સંઘાણીની મધ્‍યસ્‍થીથી બન્ને વચ્‍ચે સમાધાનની ભૂમિકા બંધાઇ હોવાનું જાણવા મળ્‍યું છે.

આ અંગે સુમાહિતગાર સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જયેશભાઇ રાદડીયાએ દિલીપભાઇ સંઘાણીને ઉચક સંકેત આપતા જણાવ્‍યુ છે કે, તમે જે કરો તેમાં મને કોઇ જ વાંધો નથી.

સામે પક્ષે નરેશભાઇ પટેલે પણ પોતે સમાધાન માટે તૈયાર હોવાનું દિલીપભાઇ સંઘાણીને કહી દીધુ હોવાની વાત બહાર આવી છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન અને પછી જાહેરમાં જયેશભાઇ રાદડીયા દ્વારા અડકતરી રીતે નરેશભાઇ પટેલને નિશાન બનાવ્‍યા હતા અને એ દરમિયાન દિલીપભાઇ સંઘાણીએ બન્ને વચ્‍ચે સમાધાન પોતે કરાવશે તેવુ જાહેરમાં કહયું હતું.

જેના ભાગરૂપે પાટીદાર સમાજના આ બન્ને નેતા વચ્‍ચે સમાધાન શકય બનવા જઇ રહ્યું છે.

(4:19 PM IST)