<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

મુખ્‍યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગણેશ ચતુર્થી પર્વે પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી

દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, સમાજ જીવનમાં પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ તેજોમય બનાવશે એવી મંગલકામના પણ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીએ શનિવાર , તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ઉજ્વાનારું વિઘ્નહર્તા-સુખકર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, સમાજ જીવનમાં પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ  તેજોમય બનાવશે એવી મંગલકામના પણ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.

(7:19 PM IST)