<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ 5100 રૂપિયા ઉંઝામાં બોલાયો: જાણો અન્ય 28 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?

ગુજરાતની 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 796.67 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 796.67 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4881 રૂ., હળવદમાં 4801 રૂ., બોટાદમાં 4800 રૂ. અને રાજકોટમાં 4780 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 796.67 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 514.36 ટન, રાજકોટમાં 162.50 ટન, મોરબીમાં 34.60 ટન, જામનગરમાં 27.70 ટન, દેવભૂમિ દ્વારકામાં 24 ટન, પાટણમાં 15.95 ટન, બોટાદમાં 8.50 ટન, બનાસકાંઠામાં 5.08 ટન, સુરેન્દ્રનગરમાં 1.44 ટન, અમરેલીમાં 1.40 ટન, કચ્છમાં 0.56 ટન, પોરબંદરમાં 0.50 ટન, જૂનાગઢમાં 0.06 ટન અને અમદાવાદમાં 0.02 ટન જીરાની આવક થઇ છે.

(9:30 PM IST)