તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 7th September 2024
હીરામણિ શાળામાં વિશીષ્ટ સ્પર્ધા : વિદ્યાર્થીઓએ પર્યાવરણલક્ષી ગણેશ બનાવ્યા

રાજકોટ : અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. ૫ થી ૭ના વિદ્યાર્થીઓએ વચ્ચે ઇકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાળિયેરની છાલ, પેપર, વગેરેમાંથી ઇકોફ્રેન્ડલી વિવિધ સુંદર ગણેશજી બનાવ્યા હતા અને સમાજમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. સંસ્થા પ્રમુખ શ્રી નરહરિ અમીનએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
