News of Saturday, 7th September 2024
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ માણસા અને દહેગામમાં 3 ઈંચ ખાબક્યો
. 5 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ જ્યારે 14 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ માણસા અને દહેગામમાં 3 ઈંચ જેટલો નોંધાયો છે. 5 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ જ્યારે 14 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે,અરવલ્લી, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
