News of Saturday, 7th September 2024
ગુજરાતમાં ભાજપના ૧૬ લાખ સભ્યો નોંધાયાઃ અભિયાનમાં ગતિ સાથે પ્રગતિ
રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને અમદાવાદ શહેર-જિલ્લા સૌથી આગળ : સૌથી વધુ સદસ્ય બનાવનાર તમામ ટોપ ફાઇવ વિધાનસભા સૌરાષ્ટ્રનીઃ રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્યનો સમાવેશઃ અભિયાનને વધુ વેગ અપાશેઃ ભાજપના સભ્ય બનવા માટે મિસ કોલ જરૂરી મો. ૮૮૦૦૦ ૦૨૦૨૪

રાજકોટ,તા.૭: ભાજપની રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાતમાં તા. ૨ સપ્ટેમ્બર સાંજથી સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. કોઇ પણ નાગરિક નિયત મોબાઇલ નંબર પર મિસ્ડકોલ કરી પાર્ટીના સભ્ય બની શકે છે. રાજ્યમાં બે કરોડ પ્રાથમિક સભ્યો નોંધવાનો પાર્ટીનો લક્ષ્યાંક છે. ગઇ કાલે તા. ૬ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૧૬ લાખ સભ્યો નોંધાઇ ગયાનું જાણવા મળે છે. દરરોજ બપોર પછી સભ્ય નોંધણી અભિયાનની ઓનલાઇન સમીક્ષા કરવામાં આવે છે. અભિયાનને આવતા દિવસોમાં વધુ વેગ અપાશે. રાજકોટ શહેર ભાજપ સભ્ય નોંધણીમાં મોખરે છે.
સૌથી વધારે સદસ્ય બનાવનાર ટોપ-૫ વિધાનસભામાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ (પૂર્વ), લીંબડી, વઢવાણ અને ચોટીલાનો સમાવેશ થાય છે. સૌથી વધારે સદસ્ય બનાવનારા ૫ જિલ્લાઓમાં અમદાવાદ શહેર અને જિલ્લો, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટ મહાનગરનો સમાવેશ થાય છે. અભિયાનના પ્રદેશ સંયોજક તરીકે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ છે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
