<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

તરણેતરનાં લોકમેળામાં "૧૯ મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો શુભારંભ : વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ અપાયા : ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિતના ઉપસ્થિત

વર્ષ ૨૦૦૪થી તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભ જેવી અનેક યોજના અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી, દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરાવીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું

સુરેન્દ્રનગર તા.૭ :  જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આયોજિત ત્રિ-દિવસીય લોકમેળામાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, જિ-સુરેન્દ્રનગર દ્વારા "૧૯મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ મેળાની મુલાકાત લેતા વિવિધ ગ્રામીણ સ્પર્ધાઓ રસપૂર્વક નિહાળી હતી. તેમજ જુદી જુદી સ્પર્ધામાં વિજેતા રમતવીરોને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

તરણેતરના લોકમેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાય છે. જેમાં આસપાસના વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે. આ વર્ષે પ્રથમ દિવસે વરસાદી વાતાવરણમાં લંગડી, ગોળા ફેંક, લાંબી કૂદ સહિતની સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો. 

આ તકે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડ્યા, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધૂળા, રમત ગમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ, રમત ગમત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૦૪થી તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભ જેવી અનેક યોજના અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી, દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરાવીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું છે. જેના કારણે ગ્રામીણ ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મોટું મંચ મળ્યું છે. જેના કારણે ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતા થયા છે.

ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસ વિજેતા થયેલા સ્પર્ધકો

લંગડી (૯ ખેલાડીઓ)ની સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર

ભાઈઓ

પ્રથમ ક્રમાંક - તરણેતર A ટીમ 

દ્વિતીય ક્રમાંક - લાખણકા પ્રાથમિક શાળા 

તૃતીય ક્રમાંક - તરણેતર B ટીમ 

બહેનો

પ્રથમ ક્રમાંક - તરણેતર A ટીમ 

દ્વિતીય ક્રમાંક - સણોસરા પ્રાથમિક શાળા 

તૃતીય ક્રમાંક - ગુગળીયાણા પ્રાથમિક શાળા 

ગોળાફેંકની સ્પર્ધામાં ઓપન કેટેગરી વિજેતા ઉમેદવાર

ભાઈઓ

પ્રથમ ક્રમાંક - અભય બારોટ, વિરમગામ

દ્વિતીય ક્રમાંક - અજય મકવાણા, થાનગઢ

તૃતીય ક્રમાંક - હરેશભાઈ સોડાણી, ચોટીલા

બહેનો

પ્રથમ ક્રમાંક - લાધુબેન પરમાર, વઢવાણ

દ્વિતીય ક્રમાંક - જ્યોત્સનાબેન લોલાડીયા, લીંબડી

તૃતીય ક્રમાંક - વર્ષાબેન વનાણી, ખંપાળીયા.( માહિતી બ્યુરો સુરેન્દ્રનગર)

(4:07 PM IST)