News of Saturday, 7th September 2024
ગુજરાતના જ્ઞાનને ખોખલુ કરતી ભૂતિયા કોલેજ પકડાતા કાર્યવાહી ; કડીના રાજપુરમા એક જ ઝાટકે ભૂતિયા કોલેજને બંધ કરવા આદેશ
કડીના રાજપુર ગામે બીએડ કોલેજ ઝડપાઇ હતી : છેલ્લા 10 વર્ષથી કાગળ પર ચાલતી હતી

અમદાવાદ : રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોલેજ પકડાઈ હતી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે બી.એડ. કોલેજ ઝડપાઈ હતી , જે છેલ્લા 10 વર્ષથી કાગળ પર ચાલી રહી છે.સરકારી સ્કૂલોમાં ભૂતિયા શિક્ષકો બાદ હવે આ 10 વર્ષથી કાગળ પર ચાલતી કોલેજ ઝડપાતા રાજ્યના શિક્ષણ વિભાગના અધિકીરીઓની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા હતા દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી દ્વારા આ કોલેજને તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ કરાયો છે
આ કોલેજના સ્થળનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવ્યાં છે, પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ નથી.

(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
