<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

પાટણના કણી નજીક પૈસાની લેતીદેતી બાબતે મિત્ર જ મિત્રનો વેરી બન્‍યોઃ માથાકુટ થતા માથામાં ધારીર્યુ માર્યુ

યુવકે તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાટણના કણી ગામમાં નજીક રકમ ઉછીના આપ્યા બાદ પરત માંગતા રૂપિયાને બદલે તેના મિત્રએ તેને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે યુવકે તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કણી ગામમાં રહેતા રૂપસંગજી ઠાકોરે ત્રણેક મહિના અગાઉ તેમના મિત્ર વિરસંગજી ઠાકોરને સારા મિત્ર જેવા સબંધ લીધે 4000 હજાર ઉછીના આપ્યા હતા. આ બાદ પૈસાની જરૂરિયાત ઉભી થતા રૂપસંગજી ઠાકોરે વિરસંગજી પાસેથી માંગતા તેમણે હાલ નથી તેમ કહી જતા રહ્યા હતા.
આ બાદમાં જે દિવસે રૂપસંગજી તેમના ઘરે હાજર હતા તે સમયે વિરસંગજી અને તેના સાથી મિત્રો સાથે પોતાને ઘરે ધસી આવ્યા હતા. રૂપસંગજી પૈસા માંગતા તેમને પૈસા સેના માંગો છો કહી અપશબ્દો બોલીને લોખંડનું ધારીયું માર્યું હતું. જેથી રૂપસંગજીએ બુમાબૂમ કરતાં પરિવારજનો દોડી આવીને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(11:26 AM IST)