News of Sunday, 8th September 2024
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારોની શકયતા: આગેવાનોની અમદાવાદમાં બેઠક યોજાઈ
કોંગ્રેસ સાથે પાટીદારો કઈ રીતે સંકળાય તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી: નેતા હિમાંશુ પટેલનું નિવેદન

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થવાની સંભાવના છે. સંગઠનનમાં ફેરફાર પહેલા અમદાવાદમાં પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં રવિવારે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. પક્ષના ફોરમથી અલગ જઈને પાટીદાર નેતાઓએ બેઠક કરી હતી. એક મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થવાના છે.
આ અંગે કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે પક્ષના પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક પહેલા મારા ઘરે પણ એક બેઠક મળી હતી. અમારી કમિટી બનાવાઈ છે, પાટીદારોની તે કમિટીની પહેલી બેઠક હતી. કોંગ્રેસ સાથે પાટીદારો કઈ રીતે સંકળાય તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. ખેડૂતો મામલે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. સંગઠનમાં પટેલો આગળ આવે તે અંગે ચર્ચા થઈ હતી. સાથે જ કોંગ્રેસમાં પાટીદારોના પ્રતિનિધિત્વ અંગે નારાજગી હોવાની ચર્ચા છે. ત્યારે કોંગ્રેસમાં પાટીદારો સમાજની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
