<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

વડોદરામાં ભાજપની આબરૂના લીરે લીરા: જુથબંધી આવી સામે: કોર્પોરેટરોની અંદરો અંદરની લડાઈ

આવી ભયંકર સ્થિતીમાં કેન્દ્રીય મંત્રીઓ નહિ આવ્યા હોવાનો લોક રોષ

વડોદરા: શહેરમાં પૂરની પરિસ્થિતિ તા.26 મીની રાતથી શરૂ થઇ હતી જેને આજે 12 દિવસનો સમય વિતી ગયો છે ત્યારે આજે પણ લોકો પૂરના ખોફમાંથી બહાર આવી શક્યા નથી. હજી પણ અનેક બહુમાળી ઇમારતોના બેઝમેન્ટમાં પૂરના પાણી ઉલેચવાનું ચાલુ છે. 

 

બીજીબાજુ ભાજપના આગેવાનો વચ્ચેની જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે એટલું જ નહિ ભાજપના કોર્પોરેટરો પણ અંદરો અંદર બાખડી રહ્યા છે. કેટલાક જગ્યાએ વિરોધ થયો છે તેમાં પણ ભાજપ વિરૂઘ્ધ ભાજપ ના કાર્યકર્તાઓની લડાઇ જામી છે અને સિનિયર નેતાઓ પણ તમાશો જોઇ રહ્યા છે.

(4:24 PM IST)