તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th September 2024
બપોર સુધીમાં રાજ્યના 54 તાલુકામાં મેઘમહેર :છેલ્લા 2 કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં 2 ઈંચ ખાબક્યો
બપોરે બે કલાકમાં 20 તાલુકામાં નોંધપાત્ર વરસાદ:પંચમહાલના મોરવા હડફમાં 40 મિ.મી. (1.57 ઈંચ), વલસાડના ઉમરગામમાં 30 મિ.મી (1.18 ઈંચ), મહીસાગરના લુણાવાડામાં 23 મિ.મી, વિરપુરમાં 20 મિ.મી વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિના બાદ આ મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતના કેટલાક ભાગોને મેઘરાજાએ રીતસરના ઘમરોળ્યા હતા. જો કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદે એકંદરે વિરામ લીધો હોય તેમ કેટલાક ભાગોમાં જ 3 ઈંચ સુધીનો સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વરસાદની આ સ્થિતિ યથાવત રહી છે.
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 65 મિ.મી (2.56 ઈંચ) નોંધાયો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં 52 મિ.મી (2.05 ઈંચ), મહેસાણામાં 32 મિ.મી. (1.26 ઈંચ), નવસારીના ગણદેવીમાં 22 મિ.મી વરસાદ વરસ્યો છે.
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 7 તાલુકામાં 1 ઈંચથી વધુ અને બે તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જ્યારે બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીના છેલ્લા 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 20 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 50 મિ.મી વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં ખાબક્યો છે. આ સિવાય પંચમહાલના મોરવા હડફમાં 40 મિ.મી. (1.57 ઈંચ), વલસાડના ઉમરગામમાં 30 મિ.મી (1.18 ઈંચ), મહીસાગરના લુણાવાડામાં 23 મિ.મી, વિરપુરમાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
