તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 8th September 2024
હુરુન ઈન્ડિયાની યાદીમાં અમદાવાદનો વિશ્વસ્તરે ડંકો :કયાં અબજપતિઓને કેટલી સંપત્તિ સાથે મળ્યું સ્થાન ?
હુરુન ઇન્ડિયાના અહેવાલમાં ગુજરાતને લગતી અનેક રસપ્રદ જાણકારી :અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના પ્રમુખ શહેરોમાં સમૃદ્ધ લોકોની શું સ્થિતિ છે તે અંગે વિગતવાર રોચક માહિતી

અમદાવાદ :હુરુન ઈન્ડિયા દ્વારા તાજેતરમાં ભારતમાં અબજોપતિઓ અંગેની માહિતી જાહેર કરીને વ્યાપક પ્રમાણમાં ચર્ચા જગાવી છે. હુરુને દેશ,વિદેશમાં કયા સેક્ટરમાં કેટલા અબજોપતિ છે અને દેશમાં આ અંગે શું સ્થિતિ છે તે અંગે ખૂબ જ માહિતગાર એટલે વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે.
આ અહેવાલમાં ગુજરાતને લગતી અનેક રસપ્રદ માહિતી રજૂ કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના પ્રમુખ શહેરોમાં સમૃદ્ધ લોકોની શું સ્થિતિ છે તે અંગે વિગતવાર રોચક માહિતી આપવામાં આવી છે.આજે આપણે હુરુન ઈન્ડિયા દ્વારા અમદાવાદ શહેરમાં અબજપતિઓની આપવામાં આવેલી માહિતી આ મુજબ છે .
(1) અદાણી ગ્રુપના ગૌતમ અદાણી એન્ડ ફેમિલી રૂપિયા 1,161,800 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં પ્રથમ ક્રમાંક પર છે.
(2) ઝાઈડસ લાઈફસાયન્સિસના પંકજ પેટલ એન્ડ ફેમિલી રૂપિયા 101,800 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 18માં ક્રમાંક પર છે.
(3) નિરમાના કરસનભાઈ એન્ડ ફેમિલી રૂપિયા 80,000 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 23માં ક્રમાંક પર છે.
(4) ટોરન્ટ ફાર્માસ્યુટીકલ્સના સમિર મહેતા એન્ડ ફેમિલી રૂપિયા 70,900 કરોડની સંપત્તિ સાથેહુરુન ઈન્ડિયાની યાદીમાં 29માં ક્રમાંક પર છે.
(5) ટોરન્ટ ફાર્માસ્યુટીકલ્સના સુધિર મહેતા એન્ડ ફેમિલી રૂપિયા 70,900 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં29માં ક્રમાંક પર છે.
(6) એસ્ટ્રલના સંદીપ પ્રવિણભાઈ એન્જીનિયર એન્ડ ફેમિલી રૂપિયા 33,500 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 79માં ક્રમાંક પર છે.
(7) એઆઈએ એન્જીનિયરંગના ભાવેશ શાહ રૂપિયા 27,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 103માં ક્રમાંક પર છે.
(8) ઈન્ટાસ ફાર્માસ્યુટીકલ્સના બિનિશ હસમુખ ચુડકર એન્ડ ફેમિલી રૂપિયા 19,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 145માં ક્રમાંક પર છે.
(9) ઈન્ટાસ ફાર્માસ્યુટીકલ્સના નિમિશ હસમુખ ચુડકર એન્ડ ફેમિલી રૂપિયા 19,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 145માં ક્રમાંક પર છે.
(10) ઈન્ટાસ ફાર્માસ્યુટીકલ્સના ઉર્મિશ હસમુખ ચુડકર એન્ડ ફેમિલી રૂપિયા 19,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 145માં ક્રમાંક પર છે.
(11) ઈન્ટાસ ફાર્માસ્યુટીકલ્સના હસમુખ ચુડકર એન્ડ ફેમિલી રૂપિયા 12,600 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 228માં ક્રમાંક પર છે.
(12) કેડિલા ફાર્માસ્યુટીકલ્સના રાજીવ મોદી રૂપિયા 11,900 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 242માં ક્રમાંક પર છે.
(13) અરવિંદના સંજય એસ લાલભાઈ રૂપિયા 9,600 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 292માં ક્રમાંક પર છે.
(14) કોનકોર્ડ બાયોટેકના સુધિર વૈદ્ય એન્ડ ફેમિલી રૂપિયા 8,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 325માં ક્રમાંક પર છે.
(15) ટ્રાન્સફોર્મર્સ એન્ડ રિએક્ટીફાયર્સના જીતેન્દ્ર ઉજામસી મમતોરા એન્ડ ફેમિલી રૂપિયા 8,100 કરોડની સંપત્તિ સાથે 342માં ક્રમાંક પર છે.
(16) ઈરિસ લાઈફસાયન્સિસના અમિત ઈન્દુભૂષણ બક્ષી રૂપિયા 7,200 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 385માં ક્રમાંક પર છે.
(17) સિમ્ફનીના અચલ અનિલ બકેરી એન્ડ ફેમિલી રૂપિયા 6,800 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 412માં ક્રમાંક પર છે.
(18) રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સના પ્રકાશ એમ સંઘવી એન્ડ ફેમિલી રૂપિયા 6,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 427માં ક્રમાંકે છે.
(19) પૃડેન્ટ કોર્પોરેટ એડવાઈઝરીના સંજય રમેશચંદ્ર શાહ એન્ડ ફેમિલી રૂપિયા 6,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 449માં ક્રમાંક પર છે.
(20) મોન્ટેકાર્લોના કનુભાઈ મફતલાલ પટેલ એન્ડ ફેમિલી રૂપિયા 5,600 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 485માં ક્રમાંક પર છે.
(21) લા રેનોન હેલ્થકેરના પંજક કુમાર સિંઘ એન્ડ ફેમિલી રૂપિયા 5,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 515માં ક્રમાંક પર છે.
(22) કોરોના રેમેડિઝના ક્રિતીકકુમાર લક્ષ્મીદાસ મેહતા એન્ડ ફેમિલી રૂપિયા 4,700 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 551માં ક્રમાંક પર છે.
(23) રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સના જયંતી એમ સંઘવી એન્ડ ફેમિલી રૂપિયા 4,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 587માં ક્રમાંક પર છે.
(24) ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સના મનિષ ગુપ્તા એન્ડ ફેમિલી રૂપિયા 4,200 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 600માં ક્રમાંક પર છે.
(25) જીન્દાલ વર્લ્ડવાઈડના યમુનાદત્ત અમિલાલ અગ્રવાલ એન્ડ ફેમિલી રૂપિયા 3,500 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 699માં ક્રમાંક પર છે.
(26) જય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના જયેન્દ્ર એચ ખારવાલા રૂપિયા 3,500 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 699માં ક્રમાંક પર છે.
(27) રાજરત્ન મેટલ ઈન્ડસ્ટ્રીઝના અરવિંદકુમાર દલિચંદ સંઘવી રૂપિયા 3,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 734માં ક્રમાંક પર છે.
(28) શેલ્બીના વિક્રમ ઈન્દ્રજીત શાહ એન્ડ ફેમિલી રૂપિયા 3,200 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 758માં ક્રમાંક પર છે.
(29) ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના દિપકકુમાર ગોવિંદભાઈ પટેલ રૂપિયા 3,100 કરોડની સંપત્તિ સાથે 770માં ક્રમાંક પર છે.
(30) ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેખર ગોવિંદભાઈ પટેલ રૂપિયા 3,100 કરોડની સંપત્તિ સાથે 770માં ક્રમાંક પર છે.
(31) એરિસ લાઈફસાયન્સિસના રાકેશભાઈ ભીખાભાઈ શાહ એન્ડ ફેમિલી રૂપિયા 3,100 કરોડની સંપત્તિ સાથે 770માં ક્રમાંક પર છે.
(32) અતુલના સામવેગભાઈ અરવિંદભાઈ લાલભાઈ એન્ડ ફેમિલી રૂપિયા 2,900 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 815માં ક્રમાંક પર છે.
(33) ઈન્ફીબીમ એવેન્યૂઝના વિશાલ અજીતભાઈ મેહતા એન્ડ ફેમિલી રૂપિયા 2,800 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 835માં ક્રમાંક પર છે.
(34) દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઈન્ફ્રામાં દિનેશચંદ્ર રમેશવરજી અગરવાલ એન્ડ ફેમિલી રૂપિયા 2,700 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 854માં ક્રમાંક પર છે.
(35) વિની કોસ્મેટીક્સના દર્શનકુમાર એન પટેલ એન્ડ ફેમિલી રૂપિયા 2,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 929માં ક્રમાંક પર છે.
(36)દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફ્રાના જગદીશચંદ્ર રમેશવરજી અગરવાલ એન્ડ ફેમિલી રૂપિયા 2,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 929માં ક્રમાંક પર છે.
(37) ક્લેરિસ લાઈફસાયન્સિસના અર્જુન હાન્ડા રૂપિયા 2,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 929માં ક્રમાંક પર છે.
(38) એમએએસ ફાયનાન્સિયલ સર્વિસિસના કમલેશ ચિમનલાલ ગાંધી એન્ડ ફેમિલી રૂપિયા 2,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 960માં ક્રમાંક પર છે.
(39) ડાયમંડ પાવર ઈન્ફ્રાના હિમાન્શુ જયંતિલાલ શાહ એન્ડ ફેમિલી રૂપિયા 2,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 960માં ક્રમાંક પર છે.
(40) ગોકુલ એગ્રો રિસોર્સિસના કનુભાઈ જીવત્રામ ઠક્કર રૂપિયા 2,200 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 991માં ક્રમાંક પર છે.
(41) ગોકુલ એગ્રો રિસોર્સિસના મનંજુલાબેન કનુભાઈ ઠક્કર એન્ડ ફેમિલી રૂપિયા 2,200 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 991માં ક્રમાંક પર છે.
(42) જીએસપી ક્રોપ સાયન્સના ભાવેશ વ્રજમોહન શાહ એન્ડ ફેમિલી રૂપિયા 2,200 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 991માં ક્રમાંક પર છે.
(43) જીએસપી ક્રોપ સાયન્સના કેનલ વ્રજમોહન શાહ એન્ડ ફેમિલી રૂપિયા 2,200 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 991માં ક્રમાંક પર છે.
(44) હર્ષ એન્જીનયર્સ ઈન્ટરનેશનલના હર્ષ રંગવાલા એન્ડ ફેમિલી રૂપિયા 2,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1017માં ક્રમાંક પર છે.
(45) હર્ષ એન્જીનિયર્સ ઈન્ટરનેશનલના રાજેદ્ર શાંતિલાલ શાહ એન્ડ ફેમિલી રૂપિયા 2,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,017માં ક્રમાંક પર છે.
(46) ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકેજના પિયુષકુમાર ઓ દેસાઈ એન્ડ ફેમિલી રૂપિયા 2,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,017માં ક્રમાંક પર છે.
(47) અંકિત જેમ્સના જેનિશ શાહ રૂપિયા 2,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,017માં ક્રમાંક પર છે.
(48) દિશમેન કાર્બોજન એમ્સિસના જેનમેજય રજનિકાંત વ્યાજ રૂપિયા 2,000 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,055માં ક્રમાંક પર છે.
(49) પીએસપી પ્રોજેક્ટ્સના પ્રહલાદભાઈ શિવરામભાઈ પટેલ એન્ડ ફેમિલી રૂપિયા 2,000 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,055માં ક્રમાંક પર છે.
(50) ઈ-ઈન્ફોચીપ્સના પ્રતુલ કે શ્રોફ રૂપિયા 2,000 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,055માં ક્રમાંક પર છે.
(51) ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેક્સના રસેશકુમાર આર દેસાઈ એન્ડ ફેમિલી રૂપિયા 2,000 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,055માં ક્રમાંક પર છે.
(52) મેઘમણી ઈન્ડસ્ટ્રીઝના નટવરલાલ એમ પટેલ એન્ડ ફેમિલી રૂપિયા 1,900 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,095માં ક્રમાંક પર છે.
(53) પારસ ફાર્માસ્યુટીકલ્સના ગિરીશભાઈ પટેલ રૂપિયા 1,700 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,193માં ક્રમાંક પર છે.
(54) અદવૈત ઈન્ફ્રાટેકના શલિલ શેઠ એન્ડ ફેમિલી રૂપિયા 1,700 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,193માં ક્રમાંક પર છે.
(55) એમએએસ ફાયનાન્શિયલ સર્વિસિસના પ્રાર્થના મુકેશભાઈ ગાંધી એન્ડ ફેમિલી રૂપિયા 1,500 કરોડની સંપત્તિ સાથે 1,276માં ક્રમાંક પર છે.
(56) જીંદાલ વર્લ્ડવાઈડના જીતેન્દ્ર તારાચંદ અગ્રવાલ રૂપિયા 1,500 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,276માં ક્રમાંક પર છે.
(57) જીંદાલ વર્લ્ડવાઈડના કૈલાશ ટી અગ્રવાલ એન્ડ ફેમિલી રૂપિયા 1,500 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,276માં ક્રમાંક પર છે.
(58)વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના રાજેશ ગાંધી એન્ડ ફેમિલી રૂપિયા 1,500 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,276માં ક્રમાંક પર છે.
(59) ધર્માનંદન ડાયમંડ્સના દયાલભાઈ કેશવભાઈ ગોતી એન્ડ ફેમિલી રૂપિયા 1,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,328માં ક્રમાંક પર છે.
(60) જેનસોલ એન્જીનીયરિંગના અનમોલ સિંઘ જગ્ગી એન્ડ ફેમિલી રૂપિયા 1,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,328માં ક્રમાંક પર છે.
(61) એપીગ્રલના આશિષભાઈ નટવરલાલ સોપરકર એન્ડ ફેમિલી રૂપિયા 1,400 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,328માં ક્રમાંક પર છે.
(62) ટીડી પાવર સિસ્ટમ્સના મોહિબ નોમનભાઈ ખેરિચા રૂપિયા 1,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,367માં ક્રમાંક પર છે.
(63) મેઘમણી ઈન્ડસ્ટ્રીઝના લલીત કાંતિભાઈ પટેલ રૂપિયા 1,300 કરોડની સંપતિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,367માં ક્રમાંક પર છે.
(64) જેનસોલ એન્જીનિયરિંગના પુનીત સિંઘ જગ્ગી એન્ડ ફેમિલી રૂપિયા 1,300 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,367માં ક્રમાંક પર છે.
(65) પ્રવેગના વિશ્નુકુમાર વિઠ્ઠલદાસ પટેલ એન્ડ ફેમિલી રૂપિયા 1,100 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,463માં ક્રમાંક પર છે.
(66) જ્યોતિ રેસિન્સ એન્ડ અધેરિવ્સના જગદિશ નાથાલાલ પટેલ એન્ડ ફેમિલી રૂપિયા 1,000 કરોડની સંપત્તિ સાથે હુરુન ઈન્ડિયાની યાદીમાં 1,503માં ક્રમાંક પર છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
