<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

મહેસાણા : ગણપતિ બાપાને અપાય છે 'ગાર્ડ ઓફ ઓનર' 103 વર્ષ જૂની પરંપરા અકબંધ :જાણો સમગ્ર ઈતિહાસ

વર્ષ 1911માં જમીન ખરીદ્યા બાદ વર્ષ 1917માં જમણી બાજુ સૂંઢ ધરાવતા ગણપતિજીની પ્રતિમાની સ્થાપના: મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1921થી ગણપતિ મહોત્સવની શરૂઆત કરી

મહેસાણા : ગણપતિ ઉત્સવની સમગ્ર ગુજરાત સહિત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ગુજરાતમાં ગણપતિ બાપાની ભક્તિ અને ધાર્મિક સ્થાન વિશેષ મહત્વ ધરાવે છે.

મહેસાણાના ફુવારા સર્કલ નજીક આવેલા ગણપતિ મંદિર ખાતે બાપાને ધામધૂમથી મંદિર લાવવામાં આવે છે અને ત્યારબાદ મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

અહીં જે ગણપતિજીની મૂર્તિ છે તે જમણી બાજુએ સૂંઢ ધરાવે છે અને તેને લીધે અહીં શ્રૃધ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. મોટાભાગના મંદિરોમાં ડાબી બાજુ સૂંઢ ધરાવતા ગણપતિ હોય છે.

મહેસાણા પોલીસ દ્વારા અહીં ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ગાયકવાડ શાસનકાળથી ચાલી આવે છે અને આજે પણ તે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અનુસરવામાં આવે છે.

ઉદાસીન સંપ્રદાયના મહાત્મા નિરંજનદાસ મહારાજ ભારત ભ્રમણ દરમિયાન મહેસાણા આવ્યા હતા. વર્ષ 1911માં જમીન ખરીદ્યા બાદ વર્ષ 1917માં જમણી બાજુ સૂંઢ ધરાવતા ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

ગાયકવાડ સરકારના શાસનકાળ દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1921થી ગણપતિ મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ચાલી આવે છે. આ પરંપરાના આજે 103 વર્ષ થયાં છે.

(7:21 PM IST)