<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો: હર્ષ સંઘવીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનરને આપી કડક સૂચના તમામ આરોપીઓને રાત્રે ઝડપી પાડવા આદેશ આપ્યા:શાંતિ ડહોળનારા તત્વોને ઝડપીને જેલ ભેગા કરવા આદેશ આપ્યા

  સુરતના ગણપતિ પંડાલમાં પથ્થરમારા થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે, તમામ આરોપીઓને આજની રાત્રે જ ઝડપી પાડવા અને શાંતિ વિક્ષેપક તત્વોને તાત્કાલિક રીતે જેલમાં બંધ કરવામાં આવે.

  શહેરમાં વધતી અનિશ્ચિત સ્થિતિને લઈને હર્ષ સંઘવી એ અધિકારીઓને શાંતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. તેમણે ખાસ કરીને રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન કરીને આરોપીઓને ઝડપી લેવાની કડક સૂચના આપી છે. આ સાથે, શાંતિ વિક્ષેપક તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી છે.

(12:32 AM IST)