News of Monday, 9th September 2024
ગુજરાતમાં ભારે વરસાદે માલ-સામાનની સપ્લાય ચેન ખોરવી
નેશનલ- સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાતા વાહનવ્યવહાર થંભી ગયો હતોઃ અસર હવે દેખાશે

અમદાવાદ,તા. ૯: રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૩૧ તાલુકામાં ૧૫૦ ટકાથી ૩૦૦ ટકા જેટલો ભારે વરસાદ થયો છે. બીજી તરફ રાજયમાં સરેરાશ ૧૨૦.૮૦ ટકા વરસાદ નોંધાયો છે ત્યારે નેશનલ હાઇવે-સ્ટેટ ઈ તથા જિલ્લાના માગોં પર ફેરફેર પડેલા ખાડાઓના પગલે વાહન વ્યવહારને ભારે અસર પડી રહી છે. વડોદરામાં આવેલા પૂરના પગલે કેમિકલ, પેટ્રોકેમિકલ, એન્જિનિયરિંગ સીિતના મહત્વના ઉત્પાદનોની હેરફેરમાં એક સપ્તયા સુધી વિલંબ જોવા મળ્યો હતો.
અંદાજે ૩૫ હજાર કિ.મી. ઉપરાંતના માર્ગોનું નેટવર્ક ધરાવતા ગુજરાત રાજયમાં જુલાઈ મારાથી ભારે વરસાદના પગલે ટ્રાન્સપોર્ટ સેક્ટરને શરૂ થયેલી ભારે અસરો હજી પણ ચાલુ રહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણગુજરાત, મા ગુજરાત, ઉત્તર ગુજરાત સહીત રાજયના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ભરાઈ જવાના કારણે સહાય ચેન મેનેજમેન્ટ ખોરવાઈ જવા પામ્યું છે. જેની આર્થિક અસરો આગામી સમયમાં જોવા મળશે. ઉદ્યોગોમાં સપ્લાય ચેન મેનેજમેન્ટ દ્વારા કાચા માલ તથા ઉત્પાદિત માલની હેરફેર સુવ્યવસ્થિત રીતે થતી હોય છે. જોકે વડોદરા, નવસારી, વાપી, રાજકોટ, મહેસાણા સહિતના વિસ્તારોમાં તાજેતરમાં આવેલા પૂરે - ભારે વરસાદના પગલે ઉદ્યોગના માલસામાનની હેરફેરને ભારે અસર પડી હતી.
નેશનલ અને સ્ટેટ શાઈવે પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર થંભી જવાની ઘટનાઓ બની હતી.મુખ્ય હાઇવે પર પાણી ભરાયેલા રહ્યા હોઈ એક તબક્કે તો વાહન વ્યવહાર ૫૦ ટકાથી ૮૦ ટકા ઘટી જવા પામ્યો હતો. અમદાવાદ - શાલનપુર, કલોલ - મહેસાણા, વડોદરા - સુરત - લાપીના પટ્ટામાં વાહન વ્યવહારને હાજી પણ અસર જોવા મળી રહી છે. કચ્છમાં ભારે વરસાદ થતાં રાધનપુર પાલનપુર રૂટ પરના વ્યવહારને અસર થઈ હતી. આ રૂટ ઉત્તર ભારતના રાજયોમાં ઉત્પાદિત અને કાચા માલની રવાનગી માટે મહત્વનો છે.
રાજયના ૧૧ શાખ ટ્રાન્સપોર્ટરોને પણ ભારે વરસાદની અસર પડી રહી છે. માર્ગો ઉપર ઠેરઠેર પડેલા ખાડાઓના કારણે વાહનોની ગતિ પણ ઘટી જવા પામી છે. આથી માલસામાનની હેરફેરમાં સમય ૪૦ ટકાથી ૬૦ ટકા વધુ થઈ રહ્યો છે. બીજી તરફ ઈપણ ૮ ટકાથી ૨૦ ટકા જેટલું વધુ વપરાઈ રહ્યું છે. (૨૨.૩)
ઔદ્યોગિક વિસ્તારોમાં ભારે વરસાદે મુશ્કેલી વધારી
વડોદરા જિલ્લામાં વડોદરા, પાદરા, વાઘોડિયા, મંજુસાર, નંદેશરી, પંચમહાલમાં હાલોલ, ભરૂચ જિલ્લામાં ભરૂચ, દહેજ, જંબુસર, ઝગડિયા, પાનોલી અંકલેશ્વર વિસ્તારમાં આવેલા ઉદ્યોગોમાં ભારે વરસાદ - પુરની અસરો જોવા મળી રહી છે. સુરત, વાપી, વલસાડ, રાજકોટ, કચ્છ, મહેસાણા, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ મુશ્કેલી વધારી હતી.
વેરહાઉસના સ્ટાફને અસર
વેરહાઉસના સ્ટાફને પણ ભારે વરસાદની અસર પડી હતી. સ્ટાફ સમયસર ફરજ પર પહોંચી ન શકતા માલસામાનની હેરફેરનું સમયપત્રક પણ ખોરવાયું હતું. વડોદરા, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, સુરત, વાપી સહિતના વિસ્તારના વેરહાઉસોની આસપાસ પણ પાણી ભરાયેલા રહ્યા હોવાના કારણે ઘણી વખત પરિસ્થિતિ કપરી બની હતી.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
