News of Monday, 9th September 2024
અમદાવાદમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત હજારોની ભીડમાં શકમંદ ચહેરા ઓળખતા વધુ ૨૦ ફેસ રેકોગનાઇઝ કેમેરા ગોઠવાયા
રીઢા ગુનેગારો, ઉગ્રવાદી સંગઠન, સ્લીપરસેલનાં સભ્યો જેવું ડગલું માંડશે તે ભેગું બીપ બીપ અવાજથી પોલીસ કન્ટ્રોલરૂમ ગુંજી ઉઠશે :ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ૨૫ હજાર ફોટાનો ડેટા મેળવાયો, આવા તત્વોનાં ચહેરા ચમકતા જ ક્રાઇમ બ્રાન્ચ ટીમો કાર્યરત બની જશે, ૪ ને ઓળખી પણ કાઢયા છે :૭૩૪ ફેસ રેકોગનાઈઝ કેમેરા શહેરના સર્વે બાદ પ્રથમથી રાજ્ય સરકારની સેફ્ટી ફર્સ્ટ અંતર્ગત સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ લગાડ્યા છે, અકિલા સાથે સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરી મહત્વની વિગતો વર્ણવે છે.

રાજકોટ તા.૯: ગણપતિ મહોત્સવનો ભાવિક ભકતો જયારે લોકો આનંદ માણી રહ્યા છે ત્યારે આવો આનંદ આંક્રદમાં ન બદલાઇ જાય તે માટે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ૨૫ હજાર જેટલા શકમંદ ચહેરાઓનાં ફોટા મંગાવી તેને ખાસ સાધનમાં ફીટ કરી આવા કોઈ રીઢા ગુનેગાર, ઉગ્રવાદી સંગઠન કે સ્લીપર સેલના સભ્યો પ્રવેશ કરે તો ફેસ રેકોગનાઈઝ કેમેરાં તેને ઓળખી કાઢી કન્ટ્રોલ રૂમ મારફત બિપ બીપ નાં અવાજો આવતા જ આવા લોકોને તુરંત ઝડપી લેવા વધુ ૨૦ ફેડ રેકોગનાંઈઝ અર્થાત્ ચહેરા ઓળખી કાઢતા કેમેરા ફીટ કરાયા હોવાનું અમદાવાદનાં સ્પેશ્યલ બ્રાન્ચનાં વડા એવા સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધારીએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું છે.
આ ફેસ રેકોગનાઈઝ કેમેરા ગમે તેવી ભીડ કે ટોળા વચ્ચેથી આવા તત્વોને ઓળખી કાઢે છે, તાજેતરમાં જ અમારા આ કેમેરા દ્વારા ૪ લોકોને ઝડપી લીધા હતા, આમ તો એક ખાસ સર્વે રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે હાથ ધરી શહેરના વિવિધ વિસ્તારમાં ૭૩૪ જેટલા કેમેરાઓ છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારની નિતી લોકોની સુરક્ષા અગ્રતાક્રમે હોવાથી ગણપતિ તહેવાર અંતર્ગત વધુ ૨૦ કેમેરા નિર્ભયા પ્રોજેકટ અંતરંગ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ લગાડ્યા છે. કોઈ બાળક કે વડીલો છૂટા પડી જાય તેવા સમયે પણ ખૂબ ઉપયોગી બની રહે છે.
આવા શકમંદ ચહેરા જે ફેસ રેકોગનાઈઝ કેમેરામાં કેદ થાય છે, તેની પ્રિન્ટ કે પેન ડ્રાઈવ મારફત ક્રાઇમ બ્રાન્ચમાં મોકલી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
