<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

વડોદરામાં કોંક્રિટ મિક્સ્ચર વાહન ચાલાકે અડફેટે લેતા બાળકીને સ્કૂલ મુકવા જતા માતાનું ઘટના સ્થળે જ મોત

ગોત્રી નીલાંબર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો:નશાની હાલતમાં કોંક્રિટ મિક્સ્ચર વાહન ચાલાકે અકસ્માત ટુ વ્હીલર પર જતી માતા પુત્રીને અડફેટે લીધી

વડોદરા શહેરમાં ભારે વાહને વધુ એકનો જીવ લીધો છે. ગોત્રી નીલાંબર સર્કલ પાસે બાળકીને શાળામાં મુકવા જતી માતાને અકસ્માત નડ્યો હતો. નશાની હાલતમાં કોંક્રિટ મિક્સ્ચર વાહન ચાલાકે અકસ્માત સર્જતાં માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બાળકી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

શહેરમાં ગોત્રી નીલાંબર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નશાની હાલતમાં કોંક્રિટ મિક્સ્ચર વાહન ચાલાકે અકસ્માત ટુ વ્હીલર પર જતી માતા પુત્રીને અડફેટે લીધી હતી. જેના કારણે રેતી કોંક્રિટ મશીનનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મહિલા હિમાલીબેન પાઠકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મહિલાના પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલા પોતાની દીકરીને સ્કૂલમાં મુકવા જતી હતી તે સમયે ઘટના બની હતી. બાળકીને ઈજાઓ પહોંચતા તાતકાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે જાણ થતા ગોત્રી પોલીસ સ્થળ પર પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભારદારી વાહન ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. વાહન ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં ટુ વ્હીલરને ભારદારી વાહન ચાલક ઢસડીને જતો હોય તેવું દેખાયું હતું.

(1:42 PM IST)