<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

૧૩ વર્ષથી વોન્‍ટેડ અલ્‍કેશ પટેલે ગુજરાતના ક્‍યા કયા ગામોમાં કળા કરી છે ? પૂછપરછનો ધમધમાટ

સિંગાપુરમાં નોકરી અપાવી દેવાના બહાને છેતરપિંડી અંતે વડોદરા સીપી નરસિંહમા કોમાર ટીમને સફળતા ઇન્‍ચાર્જ ડીસીપી હરપાલસિંહ રાઠોડના નેતૃત્‍વમાં પીઆઇ આર.જી.જાડેજા, એચ.ડી.તુવરા ટીમના પીએસઆઇ એન.જી.જાડેજા ટીમને મોટી સફળતા

રાજકોટ તા. ૯ : વડોદરા, સુરત સહિત વિવિધ સ્‍થળનાં લોકોને સિંગાપુરમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી નાણાં ઓળવી જવાના ગુન્‍હામાં ૧૩ વર્ષથી વોન્‍ટેડ એવા અલ્‍કેશ પટેલને વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી પાડી વડોદરા સુરત સિવાય રાજયના કયા ક્‍યાં સ્‍થળે છેતરપીંડી કરી છે તેની પૂછપરછનો ધમધમાટ ચાલી રહ્યો છે.

વડોદરા પોલીસ કમિશનર પદે નરસિંહમાં કોમાર આવ્‍યા બાદ મિલકત વિરોધી ગુન્‍હાઓ સાથે વોન્‍ટેડ ગુનેગારોને પકડવા ખાસ અભિયાન જોઇન્‍ટ સીપી મનોજ નિનામા સાથે ચર્ચા કરી ઇન્‍ચાર્જ ડીસીપી  હરપાલસિંહ રાઠોડને નેતૃત્‍વ નીચે પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા ટીમને સુપ્રત કરેલ, જે અંતર્ગત પીએસઆઈ એન.જી.જાડેજા તથા સ્‍ટાફ દ્વારા સઘન શોધખોળ આરંભી આરોપી ભરૂચ ખાતે હોવાનું બહાર આવતા ચૂપચાપ રીતે ઉઠાવી લીધેલ, આરોપી કલકત્તા વિગેરે સ્‍થળે ગયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે , આરોપી દ્વારા વડોદરામાં બે ગુન્‍હા સહિત સુરતમાં વરાછામાં પણ આ પ્રકારની છેતરપીંડીનો ગુન્‍હો ૨૦૧૧ માં નોંધાયો હતો

(2:40 PM IST)