News of Monday, 9th September 2024
શ્રીમદ્ ભાગવત તો અનેક અવતારો અને ભકતોના જીવન ચરિત્રોથી ભરપૂર છે: શા,માધવપ્રિયદાસજી સ્વામી
તા.6-9-2024 થી તા.12-9-64 દરમ્યાન SGVP ગુરુકુલના અધ્યક્ષ શા,માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે ઋષિકેષ ગંગાના કિનારે ગીતા ભવન પરિસરમાં શ્રી મદ્ ભાગવત કથા પારાયણ

ઋષિકેશ તા.8 SGVP ગુરુકુલના અધ્યક્ષ શા,માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે,મેમનગર ગુરુકુલના સંચાલક સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, ઋષિકેષ ગંગાના કિનારે ગીતા ભવન નં 6 માં .ગોંડલના હરિભકત પ્રવિણભાઇ ભંડેરીના યજમાન પદેતા.6-9 -64 થી 12-9-64 દરમ્યાન શ્રી મદ્ ભાગવત સપ્તાહ કથા પારાયણનું આયોજન થયેલ છે.જેનમાં 300 ઉપરાંત યજમાનના સગા સંબંધી તથા હરિભકતો કથા શ્રવણ માટે ઉપસ્થિત કહ્યા છે.કથા પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રી મદ્ ભાગવતનો મહિમા વર્ણવતા જ્ણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત તો અનેક અવતારો અને ભકતોના જીવન ચરિત્રોથી ભરપૂર છે. શ્રીમદ્ ભાગવત તો હિન્દુઓનો શિરમોડ ગ્રન્થ છે. શ્રીમદ્ ભાગવત તો આપણને કેવીરીતે જીવન જીવવું અને કેવી રીતે મરણ સુધારવું એ અંગેની આધ્યાત્મિક સદવિદ્યા શીખવાડે છે.પરમહંસના ગુરુ એવા શુકદેવજી મહારાજના મુખે પરીક્ષિત મહારાજને સાત દિવસમાં મોક્ષપ્રાપ્તિ માટે ગંગાજીના કિનારે પ્રગટ થયેલી આ અધ્યાત્મ ગંગા આજ દિવસ સુધી અનેક મુમુક્ષુને પ્ર્રેરણા અને ઉત્તમ પ્રાપ્તિની દિવ્ય રીત શીખવતી આવીછે.આ કથાના મુખ્ય યજમાન પ્રવિણભાઇ ભંડેરીએ આપણને સૌને આ દિવ્ય લાભ આપ્યો છે.તેમના પુત્ર પિયુષભાઇ ભંડેરી પણ પિતાના આ ધર્મ કાર્યમાં તન મન અને ધનથી સમર્પિત ભાવે સેવા કરી રહ્યા છે.ગુરુદેવ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીના કૃપાપાત્ર પ્રવિણભાઇ પોતાની પાછલી ઉંમરમાં પોતાના જીવનનું ઉત્તમ કાર્ય કરીને ભગવાન સ્વામિનારાણ અને સર્વ સંતો-હરિભકતોનો રાજીપો મેળવી રહ્યા છે. આપ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએશ્રી મદ ભાગવતનો મહિમા જણાવ્યો હતો. આ કથા પ્રસંગે ગુરુકુલ સંત સ્વામી મુનિવત્સલદાસજી સ્વામીએ તથા સર્વમંગળદાસજી સ્વામીએ પણ શ્રીમદ્ ભાગવતના વિવિધ પ્રસંગો વર્ણવી સૌ હરિભકતોનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.-
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
