News of Monday, 9th September 2024
વડોદરામાં ગણેશ મહોત્સવ સમયમાં શાંતિ ડોહોડવાનો પ્રયાસ ધાબા ઉપર અરબી ઝંડા લગાવવામાં આવતા વાતાવરણ તંગ
ટાવર ઉપર ઝંડા લગાવાશે તો તોડી પાડવામાં આવશે : સ્થાનિક કાઉન્સિલર નિતીન દોંગાની ચેતવણી

વડોદરા તા.૯ : હાલ ગણેશોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં પણ ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.
વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અર્બન 7 સોસાયસીનાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેનો અર્બન 7 સોસાયટીનાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરનાં ટેરેસ પર ઝંડા લગાવવામાં આવ્યા હતા.
ધાબા પર ઝંડા લગાવ્યા હોવાની વાત સ્થાનિક કોર્પોરેટરનાં ધ્યાને આવતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ સમગ્ર બાબતે સ્થાનિક કાઉન્સિલર નિતીન દોંગાએ નિવેદન આપ્યું હતું કે, ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે. તેમજ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની પણ જરૂર નહી પડે. અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહી લાગે. અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહી. આ હિન્દુસ્તાન છે બધા પ્રેમથી રહ. બાકી અમે પણ મહાદેવનાં સંતાન છીએ. હવામાં હશે તો હવા નીકાળી દેવામાં આવશે.
વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મામલો શાંત પાડી તપાસ હાથ ધરી હતી.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
