<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

નિરમા યુનિવર્સિટીના અંશવ મહેશ્‍વરીને ભારતના શ્રેષ્‍ઠ ડિઝાઇન વિદ્યાર્થી ર૦ર૪નો એવોર્ડ મળ્‍યો

રાજકોટઃ નિરમા યુનિવર્સિટીના ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ડિઝાઇન ખાતે બેચલર ઓફ ડિઝાઇન પ્રોગ્રામની બેચ ર૦ર૦-ર૦ર૪ના વિદ્યાર્થી અંશવ મહેશ્‍વરીને ભારતના શ્રેષ્‍ઠ ડિઝાઇન વિદ્યાર્થી ર૦ર૪ના પ્રતિષ્‍ઠિત એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. ડિઝાઇન ઇન્‍ડિયા દ્વારા ભારતના શ્રેષ્‍ઠ ડિઝાઇન એવોર્ડ્‌સ ર૦ર૪ના ભાગરૂપે આયોજિત આ ઇવેન્‍ટ ‘હ્યુમેન' શીર્ષક ૩૧મી ઓગસ્‍ટે પુણેના રિટ્‍ઝ કાર્લટન ખાતે યોજાઇ હતી. પ્રો. સંગીતા ઓફ, નિરમા યુનિવર્સિટીમાં ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ડિઝાઇનના ડીન અને ડિરેકટર એવોર્ડ માટે જયુરી સભ્‍ય તરીકે સેવા આપી હતી.

(3:38 PM IST)