News of Monday, 9th September 2024
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો : રાજ્યના 4 જ તાલુકામાં 2 ઈંચ કરતા વધુ જ્યારે 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે : હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૯ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 4 જ તાલુકામાં 2 ઈંચ કરતા વધુ જ્યારે 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
