News of Monday, 9th September 2024
ગુજરાતમાં ફરી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી: આજે અને કાલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં 13મી સપ્ટેમ્બર સુધી હળવા ભારે વરસાદની સંભાવના

અમદાવાદ તા.૯ : ગુજરાતમાં ત્રણેક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આજે અને આવતીકાલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, પંચમહાલ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આજે 9 સપ્ટેમ્બરના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
10 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
11 સપ્ટેમ્બરના રોજ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
12 અને 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
