<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

વાઘોડિયા - ખેરવાડી રોડ પર ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

ડમ્પર નીચે બાઇક ઘૂસી જતાં આશરે 100 ફૂટ જેટલો બાઇક ચાલક ઢસડાઈ ગયો: ડમ્પર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો

વડોદરા શહેરમાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરે હવે જિલ્લાના વાઘોડિયા - ખેરવાડી રોડ પર અકસ્માત સર્જીને વધુ એકનો નિર્દોષનો જીવ લઇ લીધો છે.

વાઘોડિયા - ખેરવાડી રોડ પર તવરા ગામ નજીલ એક ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

  ભારદારી વાહન ચાલકોનો કેહેર યથાવત જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તવરા ગામ પાસે નર્મદા કેનાલ નજીક એક બાઈક ચાલક પસાર થઇ રહ્યો હતો. જે દરમિયાન પુરપાટ ઝડપે દોડી રહેલ ડમ્પરના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ડમ્પર નીચે બાઇક ઘૂસી જતાં આશરે 100 ફૂટ જેટલો બાઇક ચાલક ઢસડાઈ ગયો હતો.

બાઇક ચાલક દાંડિયાપૂરા ગામનો અશ્વિન ચતુર વસાવા હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઇ ગયો છે.

આ અંગે વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાથે જ પોલીસે ફરાર આરોપી ડમ્પર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા.

(8:32 PM IST)