News of Monday, 9th September 2024
સુરતની ઘટના બાદ હર્ષ સંઘવીની ચેતવણી :પથ્થરમારો કરનાર કોઈપણને છોડાશે નહીં : કહ્યું -કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે
પથ્થર મારનાર કોઇપણ માત્ર કાનુની ગુનેગાર નથી પરંતુ સમાજનો પણ ખૂબ મોટો ગુનેગાર

સુરતમાં આવેલા સૈયદપુરા વિસ્તારમાં આયોજીત ગણેશ મહોત્સવ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારોની આ ઘટનામાં સુરત પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને 28 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક પત્રકાર પરિષદ કરી હતી અને જણાવ્યું હતું કે, પથ્થરમારો કરનાર કોઇપણ સમાજનો હશે છોડાશે. નહીં પથ્થમારો કરનાર કાયદાનો નહીં પણ સમાજનો ગુનેગાર છે. ગુજરાતનું એક સ્લોગન છેકે, જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બનાવ અંગે જણાવ્યું છેકે, સૈયદપુરા વિસ્તારમાં ગણપતી પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. રાત્રી દરમિયાન વિસ્તારમાં કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ-અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામં આવ્યો હતો. એ સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિજ્યુઅલના માધ્યમથી ધરપકડ લકરવામાં આવી છે. ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે. અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાવીને છૂપાયા હતા. કોઇ પડદા પાછળ તો કોઇ અભેરાઈમાં છૂપાયું હતું. તેને પોલીસે પકડ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ બધાજ કિસ્સાને જોતા-જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા પણ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છેકે પથ્થર મારનાર કોઇપણ માત્ર કાનુની ગુનેગાર નથી પરંતુ સમાજનો પણ ખૂબ મોટો ગુનેગાર છે. પરંતુ તેની સાથે સાથે પોલીસ કમીશનર દ્વારા તેમની આખી ટીમને પહેલાજ ખાસ સૂચના આફવામાં આવી હતી અને આજે પણ સૂચના આપવામાં આવી છેકે, કોઇપણ વ્યક્તિ ભૂલથી પણ કોઇ બેગુનાહ વ્યક્તિ આમા ફસાવો ન જોઇએ. સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની ગંભીરતાથી ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે તમામ સમાજના લોકોને અલગ-અલગ ગૃપોમાં જે લોકો આવ્યા છે, તેમને મળ્યા છીએ. સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું છેકે, આપણું રાજ્ય ગુજરાત રાજ્ય.આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જ જન્મેલા બાળકો જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેમણે પોતાના પરિવાર માટે સપના જોયા હોય. રાત દિવસ મહેનત કરી હોય. તેવા યુવાનોને રોજગારી આપનારું આપણું રાજ્યમાં કોઇપણ પ્રકારની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનાર લોકોને સાંખી ન લેવાય. એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા ખૂબ જરૂરી છે. એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ગણપતિજીની પૂજા-અર્ચના કરવી એ આપણા બધાનો હક છે. આપણા સૌની જીવાદોરી અને આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના 10 દિવસ માટે થતી હોય છે. પરંતુ મહિનાઓ પહેલાથી અલગ-અલગ મંડળો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે. જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ત્યારે લોકોની આંખોમાંથી આસું આવતા હોય છે. એવા સૌ ગણપતિ ભક્તો જે ગણપતિની સ્થાપના કરે છે એ માત્ર પૂજા-અર્ચના માટે નથી થતી. મોટી આસ્થાનું કેન્દ્ર છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, મે બહુ ક્લીયર કહ્યું છેકે, કોઇપણ પથ્થર ફેંકનાર વ્યક્તિ એ કાયદાનો ગુનેગાર નથી પણ એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે. કોઇપણ સમાજના હોય. આની અંદર કોઇપણ પ્રકારની લાગણી, દયા હોઇ ન શકે. પથ્થર ફેંકવો, પથ્થર ફેંકવાનો વિચાર પણ કઇ રીતે આવી શકે. મારી સમાજને અપીલ છેકે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઇએ. આપણી જવાબદારી છે. જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર, મધરેસા, મસ્જિદ હોય તેમાં આપણે સૌ લોકોને જવાબદારી આપી છે ત્યારે આપણા સૌની જવાબદારી છેકે, યુવાનોને સાચા માર્ગે અને જો કોઇ યુવાન ખોટા માર્ગે જતો રહ્યો હોય તો તેને સમજાવવો જોઇએ.
હું ફરીથી કહું છું, પથ્થર કોઇપણ જગ્યા પર ફેંકનાર કોઇપણ સમાજનો હોય અને છોડતા નથી. ગુજરાતનું એક સ્લોગન છે. જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. કાયદો તોડશે તો આનાથી પણ કડક પગલાં ભરવામાં આવશે. પછી એ કોઇપણ હોય. તેમાં કોઇપણ પ્રકારની દયા ન હોઇ શકે. હું એક જવાબદાર વ્યક્તિ છું અને જવાબદાર વ્યક્તિ તરીકે મારી જવાબદારી છેકે, કાયદાનું પાલન થાય. હું હમણા પણ નથી માનતો કે મોટું સ્વરૂપ છે. જે લોકોએ પથ્થરો નાંખ્યા છે તેમને પકડવાનું કામ પોલીસ કરે છે. અમે અમારો સાચો ધર્મ નીભાવીશું કે કોઇ બેગુનાહ તેમાં ન આવે.
ગુજરાત રાજ્ય છે. સૌ સમાજ સાથે મળીને બધાજ ઉત્સવ મનાવતું આવ્યું છે. આ વખતે પણ ગણપતિની શાનથી આઠે-આઠ દિવસ પૂજા-અર્ચના અદભૂત રીતે થશે. આમાં કોઇપણ પ્રકારના ઇફ એન્ડ બટ ન હોઇ શકે. ગણપતિજીની સ્થાપનાથી લઇને વિસર્જન સુધી ગુજરાતમાં દિવાળીના તહેવાર જેવા દિવસો હોય છે. હજારો ઘરોમાં સુરત શહેરની કદાચ કોઇ ગલી એવી હશે જ્યાં એક-બે પાંચ-પાંચ ગણપતિજીની સ્થાપના ન થતી હોય. હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભાવનાત્મક રીતે પૂજા કરવામાં આવે છે. દરેક ગણેશભક્તને હું ખૂબ શુભકામના આપું છું. આ ગણેશ ચતુર્થી આપ સૌના જીવનમાં ખુશાલી લાવે. સૌ સમાજને, સૌ પરિવારને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના તહેવાર નિમિત્તે દરેકના ઘરમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
