News of Monday, 9th September 2024
જાહેર હિસાબ સમિતિની ખાલી પડેલી બે બેઠકો માટે ત્રણ સભ્યોએ દાવેદારી બાદ સી,જે, ચાવડાએ ઉમેદવારી પાછી ખેંચતા અર્જુનભાઈ મોઢવાડીયા અને શૈલેષ પરમાર ચૂંટાયા
પંચાયતી રાજની ખાલી પડેલ એક જગ્યા માટે એક સભ્ય રમણલાલ વોરાએ ઉમેદવારી નોંધાવતા બિનહરીફ

ગાંધીનગર : વિધાનસભાની નાણાકીય સમિતિઓની ખાલી પડેલ જગ્યા પર સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત વિધાનસભાના પાંચમા સત્રમાં તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેર હિસાબ સમિતિ ઉપર ખાલી પડેલ બે જગ્યા તથા પંચાયતી રાજ સમિતિ ઉપર ખાલી પડેલ એક જગ્યા માટે ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
જાહેર હિસાબ સમિતિ ઉપર ખાલી પડેલ બે જગ્યા માટે ત્રણ સભ્યઓએ ઉમેદવારી નોંધાવી હતી. અર્જુનભાઇ મોઢવાડીયા સી. જે. ચાવડા શૈલેષ પરમાર તથા પંચાયતી રાજની ખાલી પડેલ એક જગ્યા માટે એક સભ્ય રમણલાલ વોરાએ ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન ઉપરોકત તમામ સભ્યઓના ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતાં. પરંતુ ત્યારબાદ માન્ય ઉમેદવાર સી. જે. ચાવડાએ જાહેર હિસાબ સમિતિની ખાલી પડેલ જગ્યા પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આજે તા. ૦૯/૦૯/૨૪ના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે જાહેર હિસાબ સમિતિની બે જગ્યા માટે બે ઉમેદવારો તથા પંચાયતી રાજ સમિતિની એક જગ્યા માટે એક ઉમેદવાર ઉપલબ્ધ રહેતા આજરોજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉમેદવારોને સંબંધિત સમિતિ ઉપર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
