News of Tuesday, 10th September 2024
કાંકરેજ તાલુકાના રણકપુર ગામે મહિલાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું
મૃતક મહિલા શિલ્પાબેન શૈલેષભાઈ પરમારે કોઇ અગમ્ય કારણોસર કેનાલમાં પડતું મૂકીને મોતને ભેટયા

સુરત :કાંકરેજ તાલુકાના રણકપુર ગામે મહિલાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ કોઈ કારણોસર નર્મદા કેનલામાં પડતું મૂકીને આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, કાંકરેજ તાલુકાના રાણકપુર ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં મૃતક મહિલા શિલ્પાબેન શૈલેષભાઈ પરમારે કોઇ અગમ્ય કારણોસર કેનાલમાં પડતું મૂકીને મોતને ભેટયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મહિલાએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત બાદ મૃતક મહિલાની શોધખોળ સ્થાનિક તરવૈયાઓની મદદથી કરવામાં આવી હતી. તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ મહિલાની લાશને બહાર કાઢી હતી. પોસ્ટમોર્ટમ અર્થે થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડાઈ હતી.આ અંગેની નરેશભાઈ પરમારની ફરીયાદના આધારે થરા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
