તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
આજે ઉત્તર - મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
૪ દિવસ માટે રાજ્યના ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં યલો એલર્ટ

અમદાવાદ તા. ૧૦ : આજે રાજયનાં કેટલાક જીલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, વલસાડ, અમરેલીમાં ભારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જયારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજયમાં ફરી વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ રાજયનાં ઉત્તર પૂર્વનાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ જીલ્લાઓમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
