તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં માઈભક્તોની સેવા માટે 10 અસ્થાયી બૂથ અને 1100 બસોનું સંચાલન
GSRTCએ ચાર અધિકારીઓની એસી ઓર્ડિનેટિંગ કમિટી બનાવી:પૂરતી સંખ્યામાં બસો તૈનાત કરવી, હંગામી પેસેન્જર શેડ્સ, કતારની વ્યવસ્થા, પીવાનું પાણી, યુરિનલ્સ, માઇક/એનોકેશન સિસ્ટમ, મુસાફરોને માર્ગદર્શન આપવા માટે, ક્રેન અને મિકેનિક તૈનાત રાખવા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડેપોમાં ફાયર ફાઇટર તૈનાત, મુસાફરોને સૂચના અને માહિતી માટે હોર્ડિંગ્સ, બેનર અને હોર્ડિંગ્સ સહિતની તૈયારી કરશે

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર તૈયારીઓ જોવા મળી રહી છે. માં અંબાના દર્શન માટે માઈ ભક્તો પગપાળા આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. જો કે ઘરે પરત જવા માટે મોટાભાગના શ્રદ્ધાળુઓ ગુજરાત એસટીનો જ સહારો લે છે. ત્યારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપ્રોટ કોર્પોરેશન (GSRTC)એ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન બસો ચલાવવાની યોજનાની જાહેરાત કરી છે. જીએસઆરટીસીની (GSRTC) જાહેરાત મુજબ મેળા માટે આવતા માઈભક્તોની સેવા માટે 10 અસ્થાયી બૂથ અને 1100 બસોનું સંચાલન કરશે.
જીએસઆરટીસીએ યોજનાને આખરી ઓપ આપવા માટે ચાર અધિકારીઓની એસી ઓર્ડિનેટિંગ કમિટી બનાવી છે, જેમાં પૂરતી સંખ્યામાં બસો તૈનાત કરવી, હંગામી પેસેન્જર શેડ્સ, કતારની વ્યવસ્થા, પીવાનું પાણી, યુરિનલ્સ, માઇક/એનોકેશન સિસ્ટમ, મુસાફરોને માર્ગદર્શન આપવા માટે, ક્રેન અને મિકેનિક તૈનાત રાખવા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડેપોમાં ફાયર ફાઇટર તૈનાત, મુસાફરોને સૂચના અને માહિતી માટે હોર્ડિંગ્સ, બેનર અને હોર્ડિંગ્સનો સમાવેશ થાય છે.
જીએસઆરટીસીના વિવિધ મહત્વના સ્થળોએ સહાયક કેન્દ્રો અને ત્યાં જરૂરી સાહિત્ય, બૂથ ઇન્ચાર્જોની નિમણૂકો, મુસાફરો, યાત્રાળુઓનું સંકલન, વોટ્સએપ મારફતે જૂથો, જીપીએસ સિસ્ટમથી સજ્જ કંટ્રોલ રૂમ અને મોનિટરિંગ સેટઅપ, પાર્કિંગ કિચન, ઓપરેશન, સુરક્ષા, સંકલન ડીસીસી, તંબુઓ, યાંત્રિક કાર્યો, સ્ટાફની ફાળવણી પણ કરી છે.
જીએસઆરટીસીએ યાત્રાળુઓને તેમના ગંતવ્ય માટે બસમાં ક્યાં ચઢી શકે છે તે અંગે માર્ગદર્શન આપવા માટે એક નકશો પણ બહાર પાડ્યો છે.
ભાદરવી પૂર્ણિમા મહા મેળો તારીખ ૧૨/૯/૨૪ થી ૧૮/૯/૨૪ દરમ્યાન હંગામી બસ સ્ટેન્ડ ની માહિતી pic.twitter.com/S8TOb4G9gD — GSRTC (@OfficialGsrtc) September 9, 2024
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
