<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ફેસબુકમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગેહલોતના નામનું ફેક એકાઉન્ટ

અજાણ્યા શખ્સ દ્વારા બનાવવામાં આવ્યું એકાઉન્ટ, ફેક એકાઉન્ટમાં જુના ફોટા અપલોડ કરાયા : સુરત પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ

સુરત શહેર પોલીસ કમિશ્નરનું સોશિયલ મીડિયા એપ્લિકેશન ફેસબુક પર ફેક એકાઉન્ટ બન્યું છે. સોશિયલ મીડિયા ફેસબુકમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગેહલોતના નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે.

કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેસબુક પર આ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ફેક એકાઉન્ટમાં કમિશનર ભૂતકાળમાં કોઈ કાર્યક્રમમાં ગયેલા હોય તે ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં સુરત પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને પોસ્ટ પણ કરવામાં આવી છે કે સુરત પોલીસ કમિશ્નરનું સોશિયલ મીડિયામાં આ એકાઉન્ટ ફેક બનેલું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યના ઘણા અધિકારીઓ અને નેતાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે અને આ પ્રકારની પ્રવૃતિ કરીને ઘણા લોકો પૈસા પડાવે છે. ત્યારે લોકો પણ આ અંગે સાવચેત રહે તે ખુબ જ જરૂરી બન્યું છે.

(10:37 PM IST)