<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

હવે પાટણ પાલિકામાંથી પાવતી કૌભાંડ! ટેક્ષ ભર્યો અને પાવતી મળી પણ નકલી

પાલિકાના કર્મચારીઓ મહિલાનો બાકી વેરો લેવા માટે તેમના ઘરે પહોંચ્યા:મહિલાએ પોતાની પાવતી બતાવી:પાવતીને જોઈને કર્મચારીઓએ કહ્યું કે આતો ખોટી છે

ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે. અધિકારીઓ હોય કે ઓપરેટર કોઈ જ વ્યવહાર વગર કોઈ કામ કરતાં નથી.એક પછી એક જાતભાતના કૌભાંડ  રોજ સામે આવે છે. ત્યારે ઉત્તર ગુજરાતના એક શહેરમાંથી એવું કૌભાંડ સામે આવ્યું કે જેને જાણી ચોંકી ઉઠશો અને સાવચેત થઈ જશો

   પાટણમાં રહેતા લલીતાબહેન શ્રીમાળી શહેરની ઈન્દ્રલોક સોસાયટીમાં રહેતા લલીતાબહેન વિધવા છે. આ વિધવા મહિલાને પણ ભ્રષ્ટ બાબુઓએ છેતરવાનું કામ કર્યું છે.  આ મહિલા પાલિકાનો તમામ વેરો વર્ષોથી ભરે છે. ગત 15 એપ્રિલે પણ આ મહિલાએ પાલિકાની વેરા શાખામાં જઈને 1660 રૂપિયાનો વેરો ભર્યો હતો અને તેની પાવતી પણ મેળવી હતી...પરંતુ ખરેખર વેરો પાલિકાના ખાતામાં ગયો જ નહતો...એટલે કે વેરો કોઈના ખિસ્સામાં ગયો હતો...પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે પાવતી આપવામાં આવી તે પણ નકલી પાવતી હતી.

  મહિલાએ વેરો ભરી દીધો હોવા છતાં પણ પાલિકાએ વેરો બાકીને નોટિસ આપી હતી...પાલિકાના કર્મચારીઓ મહિલાનો બાકી વેરો લેવા માટે તેમના ઘરે પહોંચ્યા તો મહિલાએ પોતાની પાવતી બતાવી...જ્યારે આ પાવતીને જોઈને કર્મચારીઓએ કહ્યું કે આતો ખોટી છે.

    આ મામલે જ્યારે ચીફ ઓફિસર પાસે પહોંચ્યો તો તેમણે વહીવટી તપાસનો આદેશ આપ્યો છે. અને જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે. પણ અહીં સવાલ એ છે કે એ કોણ છે જે પાલિકામાં રહીને જ કૌભાંડ કરતો હતો?, એક પાવતી મળી પરંતુ અન્ય કેટલા લોકોને છેતરવામાં આવ્યા હશે?,

(12:21 AM IST)