<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારા કરનારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા : 23 આરોપીના રિમાન્ડ મંજૂર

પોલીસે 23 આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનારા 25 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 23 આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

   . ઝડપાયેલા આરોપીમાંથી એક આરોપી બીમાર હોવાથી તેના રિમાન્ડની માગ ન કરવામાં આવી, સાથે અન્ય એક આરોપીને નોટિસ આપીને જવા દેવામાં આવ્યો છે. જે બાદ બચાવ પક્ષના વકીલ જાવેદ મુલતાનીએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. 

  તેમણે કહ્યું કે, પોલીસે તમામ નિર્દોષ લોકોને પકડ્યા છે. ઘટના સ્થળ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ઘૂસીને પોલીસે નિર્દોષ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી 27નું નામ પોલીસે ફરિયાદમાં દાખલ જ કર્યું નથી. પોલીસે FIRમાં પણ હથિયારો બાબતે કોઈ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી.

(12:22 AM IST)