<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

નર્મદા ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી:15 દરવાજા 1.9 મીટર ખોલાયા :વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા

. ઉપરવાસમાંથી 2,12,916 ક્યુસેક આવક થઇ :નર્મદા નદીમાં કુલ 2,12,457 ક્યુસેક છોડાઈ રહ્યું છે.

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 2,12,916 ક્યુસેક આવક થઇ છે.ઉપરવાસથી પાણીની આવક વધતા  નર્મદા નદીમાં કુલ 2,12,457 ક્યુસેક છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમ ની સપાટી 135.67 મીટરે પહોંચી છે. ફરી એક વખત નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે. ડેમના દરવાજા ખોલાતા વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.

(11:14 AM IST)